જીવતાં માબાપને સ્નેહથી સાંભળશો ગુમાવ્યા પછી”ગીતા” સાંભળવાનો શું અર્થ?

0
2526

👉સાથે બેસી જમવાની એમની ઈચ્છા
પ્રેમથી પુરી કરજો
પછી ગામ આખાને લાડવા જમાડવાનો
શું અર્થ?

👉વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી
ભીંજવી દેજો.
ચીર વિદાય પછી આંસુ સારવાથી
શું અર્થ?

👉ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને
ઓળખી લેજો
પછી અડસઠ તીર્થ ફરવાનો
શું અર્થ?

👉સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો
પછી બેસણાંમાં ફોટા સામે
બેસવા બેસાડવાનો
શો અર્થ?

👉લાડકોડ પુરનાર માબાપને સદાય
હૈયામાં રાખજો
પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો
શું અર્થ ?

👉હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું
સુખ આપજો
પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો
શું અર્થ?

👉માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો
પછી રામ નામ સત્ય બોલવાનો
શું અર્થ?

🙏માબાપને ભૂલશો નહીં 🙏

ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો
ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો
પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગાડ ન કરો
ભ – કહે છે ભારરૂપ ન બનો
મ – કહે છે મધૂર બનો
ય – કહે છે યશસ્વી બનો
ર – કહે છે રાગ ન કરો
લ – કહે છે લોભી ન બનો
વ – કહે છે વેર ન રાખો
શ – કહે છે કોઇને શત્રુ ન માનો
સ – કહે છે હંમેશા સાચુ બોલો
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
હ – કહે છે હંમેશા હસતા રહો
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો…! 👏👏

આપણો આ કક્કો પસંદ આવ્યો હોય તો Share કરી આપણી માતૃભાષા દુનિયામાં ફેલાવવા જરૂર મદદ કરજો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY