જંગ એ ગુજરાત ના અહેવાલ નો પડઘો; નર્મદા જિલ્લા મધ્યાહન ભોજનના કર્મચારીઓ ના પગાર નો મુદ્દો જિલ્લા સંકલન માં ઉછળ્યો

0
206

ભરુચ:
ભરુચ સંસદ મનસુખભાઇ વસાવા દ્વારા આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજન કર્મચારીઓ પાસે કમિશન લેવાતું હોવાનો આક્ષેપ કરી પગાર કરવા ટકોર.
નર્મદા જિલ્લા ના 800 થી વધુ કર્મચારીઓને નવેક મહિના થી પગાર નહિ થવાનો અહેવાલ જંગ એ ગુજરાત લિંક માં આવ્યા બાદ શનિવારે જિલ્લા સંકલન ની બેઠક માં આ મુદ્દો ઉછાળ્યો જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા એ આ બાબતે લાગતા વળગતા અધિકારીને પૂછતાં મધ્યાહન ભોજન ના અધિકારીએ એમ જણાવ્યું કે તાલુકા મામલતદાર ને ગ્રાન્ટ આપી દીધી છે ત્યારે સાંસદે જણાવ્યું કે તમે લોકો આંગણવાડી કાર્યકર અને મધ્યાહ્નન ભોજન વાળાનો પગાર કેમ નથી કરતા એ મને ખબર છે માટે કમિશન ખાવાના ધંધા બંધ કરજો અને આ નાના કર્મચારીઓને સમયસર પગાર આપજો ત્યારે આ બાબતે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ પણ સાંસદ ની વાત માં શૂર પુરાવ્યો હતો .
જોકે ચર્ચાતી વાત મુજબ પુરવઠા ની દુકાનો ના સંચાલકો પાસે પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તપાશ ના નામે કે ગમે તે બહાને ઉઘરાણું કરતા હોય છે ત્યારે માસિક હપ્તા નો ચીલો પણ જો ચાલતો હોય તો હાલ તમામ પ્રક્રિયા ઓનલાઇન થયા બાદ પુરવઠા ના દુકાનદારો પોતના બાળકોના મોઢા માંથી હપ્તારૂપી કોળિયો આપવા મજબુર થતા હશે માટે જો આ વાત માં પણ તથ્ય હોય તો તે પણ હવે સદંતર બંધ થવું જોઈએ .આમ જંગ એ ગુજરાત ના સનસનીખેજ અહેવાલ ની અશર ના પડઘા આજે સંકલન સમિતિ માં પણ પડતા હવે  ગરીબ કર્મચારીઓ ને ન્યાય મળશે.
         રિપોર્ટર-  નર્મદા,  ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY