જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ અને ૧ મોત થતા લોકોમાં ભય

0
50

જુનાગઢ,તા.૧૦
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એક પુરૂષનું મોત નિપજ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૧૬ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ૭ લોકોના મોત નિપજ્યા છે. વિસાવદરમાં કાલ્સારી રોડ પર રહેતા ૬૫ વૃર્ષિય વૃદ્ધાનો અને જૂનાગઢમાં આબાંવાડી જોષીપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી અને રાજનગર શાંતેશ્વર રોડ પર રહેતા ૪૫ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જૂનાગઢના લક્ષ્મીનગરમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમા માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આજે તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધને ડાયાબિટીસ અને હદયની તકલીફ હતી. જેના મરણનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યા બાદ જણાવવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY