કાચા તેલની કિંમતો આસમાને,પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા : પેટ્રોલ ૮૩ અને ડિઝલ ૭૪એ પહોંચશે…!!!

0
135

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત ભલે સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે, પરંતુ હજુ તેના ભાવ વધારાની સંભાવના રહેલી છે. આંતરરાષ્ટીય બજારમાં સતત વધી રહેલા કાચા તેલની કિંમતને કારણે થઇ શકે છે. જૂન ૨૦૧૭ બાદ આંતરરાષ્ટીય બજારમાં કાચા તેલની કિંમતમાં ૫૦%થી વધુનો ભાવ વધારો જાવા મળ્યો છે. હાલમાં જ થયેલા એક સર્વે મુજબ, ચાલુ વર્ષે કાચા તેલ ૧૨% મોંઘાં થઇ શકે છે.

હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૩.૩૧ રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડિઝલની કિંમત ૬૪.૧૪ રૂપિયા છે. એક અનુમાન અનુસાર, જા કાચા તેલ ૧૨% મોંઘું થયુ તો દિલ્હીમાં પેટ્રોલ ૮૩ રૂપિયા લીટર (લગભગ) અને ડિઝલ ૭૪ રૂપિયા (લગભગ) પર પહોંચી જશે. તેલની કિંમત સીધી જ આંતરરાષ્ટી બજાર સાથે જાડાયેલી હોવાથી ઘરેલૂ બજારમાં પણ તેની અસર થશે. દરરોજ થતા વધારા-ઘટાડા પર નજર નાખીએ તો ૨૪ માર્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૨.૦૩ રૂપિયા પ્રતિ લીટર હતી અને ડિઝલની કિંમત ૬૩.૦૧ રૂપિયા હતી. પેટ્રોલ-ડિઝલ પર થઇ રહેલા આ ભાવ વધારાના પગલે સામાન્ય માણસ પર સતત મોંઘવારીનો બોજ પડી રહ્યો છે.

કમોડિટી માર્કેટના એક્સપર્ટ અનુસાર, ”બ્રેટ ક્રૂડ ૦.૫% વધારાની મજબૂતી સાથે ૭૦.૯ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે. જે ૮૦ ડોલર પ્રતિ બેરલે પહોંચે તેવી શક્યતા છે. આંતરરાષ્ટÙીય માર્કેટમાં જે રેટ હશે તે હિસાબે ઘરેલૂ માર્કેટમાં રિટેલ રેટ નક્કી થશે.”

પેટ્રોલ-ડિઝલ પર ટેક્સની ભરમાર છે. આના પર લાગતા ટેક્સ એક્ચ્યુઅલ કિંમતથી વધુ હોય છે. જા ક્રૂડની કિંમત ૬૮થી ૬૯ પ્રતિ બેરલ હોય અને ડોલરના મુકાબલે રૂપિયો ૬૪થી ૬૫ની રેંજમાં છે ત્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૩૫ રૂપિયા હશે. જેમાં ડીલરનું કમિશન પણ સામેલ છે. જા કે આ કિંમતમાં ૨૭% વેટ (૧૫ રૂપિયા) અને ૨૨ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. એટલે કે કુલ ટેક્સના ૬૦% એક્સાઇઝ ડ્યૂટી લાગશે. આવી રીતે ૩૫ રૂપિયાનું પેટ્રોલ અંદાજીત ૭૦ રૂપિયાને પાર ચાલ્યું જશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY