કચ્છ જિલ્લામાં પણ મેઘ મહેર યથાવત, ખેડૂતોમાં ખુશીનો માહોલ

0
66

કચ્છ,તા.૧૦
રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં મેઘ મહેર થઈ છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગુજરાતનાં કચ્છ જિલ્લામાં પણ મેઘ મહેર યથાવત છે. જેમાં કચ્છના મોટા રેહામાં મેઘરાજનું ફરીવાર આગમન થયુ છે. સવારથી વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.
કચ્છના ભુજ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા. જેમાં ભુજ સહિત માધાપર, મીરજપર, માનકુવા, સુખપર, ચકાર કોટડા, રેહા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતાં. ભારે પવન સાથે વરસેલા વરસાદનાં કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.કચ્છના ભુજ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY