કલમ-૩૭૦ને ખતમ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી,મોદી સરાકારની ગુલાંટ

0
140

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કલમ-૩૭૦ને ખતમ કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી. આ કલમ હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હાંસલ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે લોકસભામાં આ જાણકારી આપી હતી.

અહીર ભાજપ સાંસદ અશ્વિનીકુમારના એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. કુમારે પૂછયું હતું કે શું સરકાર બંધારણની કલમ ૩૭૦ને ખતમ કરવા માગે છે ? અહીરે આ સવાલનો લેખિત જવાબ આપતાં કહ્યું કે સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી. હરિયાણાના કરનાલના સાંસદ કુમારે એવી પણ પૂછયું હતું કે કલમ ૩૭૦ની હાલની સ્થતિ શું છે અને આ કલમને ખતમ કરવાની કોઈ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે ? ભાજપ્ના ઘોષણાપત્રમાં કલમ ૩૭૦ને ખતમ કરવાની વાત સામેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહેલી ભાજપ અત્યારે આ મામલે ચુપ છે. જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રના વિશેષ દૂત દિનેશ્વર શમર્નિા નિવેદન પર કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગૌરવ ગોગોઈના એક અલગ સવાલના જવાબમાં અહીરે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને ધ્યાનમાં રાખી શમર્‌એિ હાલમાં જ સીમાવર્તી વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને સ્થાનિક લોકો માટે ઉપાયો બતાવ્યા હતા. તેમાં સ્થાનિક નિવાસીઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવા અને તેના માટે બંકર બનાવવાનું સામેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY