કલા મહાકુંભ 7 નવી કલાઓ સામેલ કરી રજીસ્ટ્રેશન નો પ્રારંભ થયો : 16 મી થી તાલુકા કક્ષાએ શરૂ થશે

0
72

સમૂહ લગ્ન ગીત, કુચી પૂડી, સારંગી, સરોદ, રાવણ હથ્થો, ભવાઈ, જેડીયાપાવા જેવી કલાઓનો આ વર્ષે સમાવેશ કરાયો

રાજપીપળા : રમશે ગુજરાત, જિતશે ગુજરાત ના સ્લોગન સાથે શરૂ કરેલ રાજ્ય સરકારે ખેલ મહાકુમ્ભના આભિયાન મા આખુ રાજ્ય મોટી સંખ્યામા જોડાય છે, જે સફળ થયા બાદ ગત વર્ષે કલા મહાકુંભ ની શરૂઆત કરવામાં આવી જેમાં પણ સફળતા મળી જેથી બીજાવર્ષે પણ કલા મહાકુંભ રાજ્ય સરકાર યોજવા જઈ રહી છે જેમાં સમૂહ લગ્ન ગીત, કુચી પૂડી, સારંગી, સરોદ, રાવણ હથ્થો, ભવાઈ, જેડીયાપાવા જેવી કલાઓનો આ વર્ષે સમાવેશ કરાયો જેનું રજીસ્ટ્રેશન 1 જુલાઈ થી શરૂ થઇ ગયું છે અને જે 15 જુલાઈ સુધી ચાલશે આ કલા મહાકુંભ માં ભાગ લેવા જિલ્લા રમત ગમત અધિકારીએ હાંકલ કરી છે.

નર્મદા જિલ્લા માં સૌથી વધુ રજીસ્ટ્રેશન થાય એ માટે જિલ્લા રમતગમત દ્વારા કવાયત હાથ ધરી છે ગત વર્ષે 3 વય જૂથ હતા જે આ વર્ષે ફેરફાર કરીને 6 થી 14, 15 થી 20, 21 થી 69 અને 60 વર્ષ થી ઉપરના નોો સમાવેશ કરવામાં આવશે જેમાં ખાસ બાબત એ છે કે 60 વર્ષની વય જૂથ નીસ્પર્ધા માત્ર રાજ્ય કક્ષા એ રાખવામાં આવી છે. જેમાં ફક્ત ક્તિગત કૃતિઓનો સમાવેશ કરવામાં આવશે, ગત વર્ષે 22 કલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં આ વર્ષે 7 કલાઓ નો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં સુંદર આયોજન જીલ્લા રમત ગમત આધિકારી મહેશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. રાજપીપળાના રમત ગમત સંકુલ મા બેઠક મળી હતી જેમા જીલ્લા શિક્ષણાઅધિકારી ડો.નિપા પટેલ, શિક્ષણ સંઘ ના પ્રમુખ રાજુ પટેલ, સિનિયર ઇંસ્પેકટર દારાસિંગ વસાવા,જીલ્લા રમત ગમત આધિકારી મહેશ ચૌધરી સહિત જીલ્લાની તમામ શાળાના પીટી ટિચરો, વિવિધ રમતો ના કોચ હાજર રહ્યા હતા

 કાર્યક્રમ
1 જુલાઈ થી 15 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન
16 જુલાઈ થી 22 જુલાઈ તાલુકા કક્ષાની ઇવેન્ટ
17 જુલાઈ થી 5 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઇવેન્ટ
8 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ પ્રદેશ કક્ષાની ઇવેન્ટ
4 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર રાજ્ય કક્ષાની ઇવેન્ટ 

 કઈ કઈ 7 રમતો નો સમાવેશ

સમૂહ લગ્ન ગીત / ફટાણા
કુચી પૂડી, સારંગી,
સરોદ, રાવણ હથ્થો,
ભવાઈ, જેડીયાપાવા
જેવી કલાઓનો આ વર્ષે સમાવેશ કરાયો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY