કાનપુર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર તો પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર વારાણસી ત્રીજા નંબર પર,દિલ્હી છઠ્ઠા ક્રમે

0
319

ન્યુ દિલ્હી,
તા.૨/૫/૨૦૧૮

WHO એ વર્ષ-૨૦૧૬ના દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવી

શરમજનક : દુનિયાના સૌથી પ્રદૂષિત ૧૫ શહેરોમાં એકલા ભારતા જ ૧૪!!

જિનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી વર્ષ ૨૦૧૬ના દુનિયાના સૌથી પ્રદૂષિત એવા ૧૫ શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી ભારત માટે આંચકાજનક છે. પ્રદૂષિત શહેરોની આ યાદીમાં ભારતના ૧૪ શહેરોનો સમાવેશ થાય છે.

ભારતના પ્રદૂષિત શહેરોમાં ઉત્તર પ્રદેશનું કાનપુર મોખરે છે. જ્યારે રાજધાની દિલ્હી છઠ્ઠા ક્રમે છે. ઉૐર્ંના ડેટાબેઝ પરથી જાણવા મળે છે કે, ૨૦૧૦ થી ૨૦૧૪ વચ્ચે દિલ્હીના પ્રદૂષણના સ્તરમાં સામાન્ય વધારો નોંધાયો છે, પરંતુ ૨૦૧૫થી સ્થતિ ફરી એકવાર કથળવા લાગી છે.

દિલ્હીમાં પીએમ ૨.૫ એનુલ એવરેજ ૧૪૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર છે, જે નેશનલ સેફ સ્ટાંડર્ડ કરતા ત્રણ ઘણું વધારે છે. જ્યારે પીએમ ૧૦ એવરેજ ૨૯૨ માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર છે જે નેશનલ સ્ટાંડર્ડ કરતા ૪.૫ ઘણું વધારે છે. આમ તો સેંટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં હવા પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે. પરંતુ બોર્ડે હજી સુધી ૨૦૧૭ માટે હવામાં રહેલા પીએમ ૨.૫નો ડેટા જાહેર કર્યો નથી.

૨૦૧૦ના અહેવાલ અનુંસાર દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું, ત્યાર બાદ પાકિસ્તાનના પેશાવર અને રાવલપિંડીનો સમાવેશ થતો હતો. તે સમયે દુનિયાના ૧૦ પ્રદુષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગ્રા શામેલ હતું. ૨૦૧૧ના અહેવાલમાં ઉલાનબટાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ૨૦૧૨માં સ્થિતિ બદલાઈ અને દુનિયાના ૨૦ પ્રદૂષિત શહેરોમાં એકલા ભારતના જ ૧૪ શહેરો શામેલ થયાં. ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫માં પણ દૂનિયાના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ચારમાંથી સાત શહેર શામેલ હતાં. પરંતુ આજે બુધવારે બહાર પાડવામાં આવેલી ૨૦૧૬ની યાદીમાં દુનિયાના ૧૫ પ્રદૂષિત શહેરોમાં ભારતના ૧૪ શહેરોનો સમાવેશ થાય છે.

૨૦૧૩માં દુનિયાના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં એકલા ચીનના જ રાજધાની બેઈજિંગ સહિત ૧૪ શહેરો શામેલ હતાં પરંતુ ત્યાં પ્રદૂષણની સમસ્યા પર નિયંત્રણ મેળવી લેવાયું. પરિણામ એ આવ્યું કે ૨૦૧૬ની યાદીમાં ચીનના માત્ર ૪ જ શહેરો આ યાદીમાં શામેલ છે. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વાયુ પ્રદૂષણના ઉંચા સ્તર અને ઓડ-ઈવન રોડ મેનેજમેનંટ કે વાયુ પ્રદર્શનની ઈમરજંસી એક્શન પ્લાનની સરખામણી કરવામાં આવે છે. પરંતુ ડબ્લ્યૂએચઓના તાજેતરના ડેટા પરથી જાણવા મળે છે કે, બેઈજિંગમાં ૨૦૧૩ બાદ વાયુ પ્રદૂષણના સ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

૨૦૧૬માં બેઈજીંગ પીએમ ૨.૫ પાર્ટિકલ ૭૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્્યૂબિક મીટર હતા જે દિલ્હીમાં ૨૦૧૩માં ૧૪૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્્યૂબિક છે. ૨૦૧૩ બાદ ચીને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં ભર્યાં છે.

ડબ્લ્યૂએચઓના જણાવ્યા પ્રમાણે, દુનિયાન દરેક ૧૦માંથી ૯ લોકો ખુબ પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. દર વર્ષે ઘરની બહાર અને ઘરઘથ્થુ વાયુ પ્રદૂષણના કારણે દૂનિયાભરમાં ૭૦ લાખ લોકોના મોત થાય છે. એકલા બહારના પ્રદૂષનથી ૨૦૧૬માં મૃત્યું પામનારાઓની સંખ્યા ૪૨ લાખની આસપાસ હતી. જ્યારે ઘરઘથ્થુ વાયુ પ્રદૂષણના કારણે થનારા મૃત્યુનો આંકડો ૩૮ લાખ છે. વાયુ પ્રદૂષણના કારણે હ્યદય સંબંધિત બીમારીઓ, શ્વાસની બીમારી અને અન્ય બીમારોના કારણે મોત થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY