ભાવનગર શહેરનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ બીજા દિવસે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી ગીરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો

0
355

ભાવનગર તા. ૨૩,

જુન ના રોજ બીજા અને અંતિમ દિવસે ભાવનગર શહેરનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ  અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી ગીરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે શ્રી શાહ એ જણાવ્યું હતું કે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ થકી જનભાગીદારીના માધ્યમથી દાતાઓના સહ્યોગથી દરેક સમાજની દિકરીઓ ભણવા લાગી છે. તેમણે ભાવનગર જિલ્લાની અનેક સફળ મહિલાઓના દ્રષ્ટાંતો આપી દિકરીઓ પણ દિકરાની સમોવડી બની શકવાની વાતને દોહરાવી ઉમેર્યુ હતું કે એક સુશિક્ષિત મહિલા સમાજના વિકાસમાં ધારે તેટલું કામ કરી શકે છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળા નં. ૩૭, ૧૪, ૧૫ ના કુલ ૭૬ બાળકોને ધોરણ ૦૧માં વિધિવત પ્રવેશ અપાયો શૈક્ષણિક કીટ અપાઈ, ધોરણ ૦૩ થી ૦૮ ની તેજસ્વી વિધાર્થીનીઓને પુસ્તક આપી સન્માન કરાયુ,ધોરણ ૦૯ ની વિધાર્થીનીઓને  શૈક્ષણિક કીટ,આંગણવાડીના બાળકોને રમકડાની કીટ અપાઈ હતી, દાતાશ્રી મેહુલભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયુ, શાળાનાં પટાંગણમાં વ્રુક્ષારોપણ કરાયુ હતુ.

શાળાની બાલિકા દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ,બેટી બચાઓ વિષયે વક્તવ્ય રજુ કરાયુ હતુ  તેમજ જલારામ પ્રા. શાળા નં. ૧૪ના વિધાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરાયુ હતુ.

સમુહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયુ હતુ.

આ કાર્યક્રમમાં ડો. રમેશ હીરપરા, નગરસેવક શ્રી ક્રુણાલ શાહ, ઉષા તલરેજા, શિક્ષણ સમિતિના સભ્યશ્રી જશવંત ગાંધી,  લાયઝન સી. આર. સી. રણજીત ચૌહાણ, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, આંગણવાડીના વર્કરો, હેલ્પરો, વિધાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY