કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્સ.વી. કે.પટેલ ને આજે મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ પોલીસ કમિ.સતીશ શર્માએ કર્યો હતો.જેની જગ્યા એ ઇન્સ.એન ડી સોલંકીની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.
થોડા સમય અગાઉ ડીજી વિઝીલન્સની રેડ માં કાપોદ્રા વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો, જેના કારણે પી.આઈ પટેલ નો ભોગ લેવાયો હતો.
થોડા સમય પહેલાં ડી જી વિજિલન્સની ટીમ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલે કાપોદ્રા પી.આઈ.વી કે પટેલ સામે તપાસ આપવામાં આવી હતી. દરમ્યાન આજે મોડી રાત્રે પોલીસ કમિ. સતીશ શર્માએ પી.આઈ.વી કે પટેલ ને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.વિજિલન્સની રેડ ને પગલે કાપોદ્રા પોલીસ ની ગંભીર બેદરકારી છતી થઈ હતી.જેને કારણે પી.આઈ કક્ષાના અધિકારીના સસ્પેન્સન નો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પી.આઈ પટેલની જગ્યાએ પી.આઈ એન ડી સોલંકીને કાપોદ્રા પોલીસ મથક નો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"