ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ

0
1431

પાલેજ:
ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે જ સરિસૃપો બહાર અાવવાની શરૂઅાત થઇ ગઇ છે. ગરમી વધવાના કારણે સરિસૃપો બહાર અાવતા હોવાનું તજજ્ઞો દ્વારા કહેવાઇ રહ્યું છે. અાવી જ એક ઘટના બુધવારના રોજ ભરૂચ તાલુકાના કરમાડ ગામમાં પ્રકાશમાં અાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે કરમાડ ગામના ખરી વિસ્તારમાં અાવેલા મહંમદભાઇ ધુળીયાના ઘર સામે એક અંદાજિત પાંચ ફુટ લાંબી નાગણે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 
નાગણ દેખાયાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોના ટોળા કુતુહલવશ નાગણને જોવા ઉમટી પડયા હતા. ગામના સરફરાજ નામનો યુવક કે જે અાવા સાપોને પકડવાનો નિષ્ણાંત કહેવાય છે એ યુવકને જાણ કરાતા સરફરાજ નામના યુવકે પહોંચી જઇ નાગણને યુક્તિપૂર્વક પકડી લઇ સુરક્ષિત સીમમાં લઇ જઇ છોડી દેતા ગામલકોએ હાશકારો અનુભવ્યો હતો.

રિપોર્ટર ઉવૈસ લાંગીયા.પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY