નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા કરજણ ટોલનાકા પાસેથી દોઢ કરોડના કાશ્મીરી ચરસ સાથે ત્રણને ઝડપી પાડ્યા

0
4273

વડોદરા :-

નારકોટિક્સ ડીપાર્ટમેન્ટના જોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીનાઓને મળેલી બાતમીના આધારે તેમની ટીમ સહિત કરજણ ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે બાતમીને આધારિત એક અલ્ટો કાર નંબર જીજે-૧૯-એએફ-૯૨૪૩ ને રોકીને તેમાં સવાર ત્રણ ઇસમોનો સામાન ચેક કરતા તેમના થેલામાંથી ૧૪ કિલો ૫૦૦ ગ્રામ કાશ્મીરી ચરસ લડ્ડુનો જથ્થો કીમત 1.5 કરોડના ઝડપી પાડ્યો છે. જેમાં અલ્ટોમાં સાવર ત્રણ ઇસમોમાંથી એક મુખ્ય સપ્લાયર ચરસનો હોલસેલ વેપારી સલીમ ઈસ્માઈલ શાહ રહે કીમ જીલ્લો સુરત નો તેમજ વડોદરા જિલ્લાના ડભોઈના બે કેરિયરો હનીફ ફકીર મહમદ તેમજ અલ્લારખા સિકંદર શાહનાઓને ઝડપી પાડેલ છે. જેમાં ચરસનો જથ્થો કાશ્મીરથી અજમેર આવ્યો અને ત્યાંથી આ ઇસમો બસ દ્વારા અમદાવાદ નરોડા અને નરોડાથી અલ્ટો કારમાં કીમ લઇ જવાતો હતો જેમાં ચરસને વડોદરા અને સુરત ખાતે ડીલેવરી આપવાની હતી જેમાં સામીલ પાસેથી અન્ય ઇસમો ચરસ જથ્થો લઇ જાય છે. આમ નારકોટીક્સ ડીપાર્ટમેન દ્વાર કરજણ ટોલનાકાથી દોઢ કરોડનો ચરસનો જથ્થો ઝડપી પાડેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY