ન્યુ દિલ્હી,
તા.૨/૫/૨૦૧૮
નમો એપ દ્વારા મોદીએ કર્ણાટક ભાજપ કિશાન મોરચાને સંબોધિત કર્યું
કર્ણાટકમાં રાજ્ય સરકારને કારણે ખેડૂતોને ન મળ્યો ફાયદો, સિદ્ધારમૈયા સરકારને કારણે યોજનાઓ અટકી,ખેડૂતોનું કલ્યાણ અમારી સરકારનું ચરિત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોના મુદ્દે કર્ણાટક સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. વડાપ્રધાને ખેડુતો અને તેને કેન્દ્ર દ્વારા આપવામાં આવતા લાભોથી વંચીત રાખવાનો કર્ણાટકની રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને ‘નમો એપ’ મારફતે રાજ્યના કિસાન મોર્ચાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કોંગ્રેસ પર આરોપોની વણઝાર સર્જી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્ણાટક સરકારની ઉદાસીનતાના કારણે કર્ણાટકના ખેડુતોને ‘પ્રધાનમંત્રી ફસક વીમા યોજના’નો લાભ નથી મળી રહ્યો. કર્ણાટકમાં એક એવી સરકાર જાઈએ જે ખેડુતોને લઈને સંવેદનશીલ હોય, ખેતી અને કિસાન કલ્યાણ જેનું લક્ષ્ય હોય. કૃષિ અને ખેડુતોનું કલ્યાણ હંમેશાથી અમારી સરકારનો ચરિત્ર અને સ્વભાવ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડુતોને તેમના ખેતરમાં એવા ઝાડ વાવવાની છુટ હોવી જાઈએ જેનાથી તેમની આવકમાં વધારો થઈ શકે છે. ખેડુતોના ઘર જ્યારે બાળકી પેદા થાય તો, તો એક એવુ ઝાડ વાવો જે દિકરીના લગ્ન સમયે કાપવામાં આવે તો તેમાંથી જ તેના લગ્નનો ખર્ચ નિકળશે. ખેડુતો સાથે તેમણે રાજ્યના માછીમારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમના કલ્યાણ માટે અનેક યોજનાઓ પર કામ કરી રહી છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, આ વર્ષે બજેટમાં ગામડાઓ અને કૃષિ વિકાસ માટે કુલ ૧૪ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાગવાઈ કરવામાં આવી છે, જે દેશના બજેટના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના છે. આ બજેટમાં સરકારે એક ગોવર્ધન યોજનાની જાહેરાત કરી છે, આ યોજનાથી ગ્રામીણ સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે અને સાથો સાથ ગામડાઓમાં નિકળતા બાયોગેસની ખેડુતો અને પશુપાલકોની આવક વધશે.
પોતાની સરકારની સફળતાઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે, ત્રણ દાયકાઓથી પડતર કૃષિ સંબંધીત યોજનાઓને અમે ૨૫-૩૦ મહિનાઓમાં પુરી કરી લીધી છે. કિસાન ક્રેડિટ કાર્ડનો વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. હવે પશુપાલન, પોલ્ટ્રી ફાર્મ, માછલી પાલન તથા કૃષિના અન્ય કામો માટે પણ તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અધિસૂચિત પાકો માટે અમે એમએસપીએ વધારે છે જે ઉત્પાદન ખર્ચ કરતા લગભગ દોઠ ઘણો રહેશે.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ખેડુતો સાથે સંબંધિત લગભગ ૧૦૦ યોજનાઓને અમે પુનર્જીવિત કરી. સરકાર અધૂરી પરિયોજનાઓને પુર્ણ કરવા માટે કર્ણાટકમાં ૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. તેવી જ રીતે ખેડુતોની સ્થિતિ સુધારવા માટે અમે તેમની મુશ્કેલીઓ અને સમસ્યાઓના સમાધાન લાવવાનું કામ કરી રહી છે. કર્ણાટકના ખેડુતોને એક કરોડ સ્વાઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેનાથી તેમના ઉત્પાદનમાં વધારો થશે. અમે કૃષિ લોન માટે ૧૧ લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરી જે અગાઉ ક્્યારેય શક્ય બની ન હતી.
તેમણે કહ્યું હતું કે, અહીં ખેડુતોના વિકાસને લઈને સંવેદનશીલ સરકારની જરૂર છે. અમારી સરકાર ખેડુતોને સશક્ત બનાવવાનું કામ કરી રહી છે. ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બે ઘણી કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"