કર્ણાટકથી તામિલનાડુ આવનાર કાવેરીનું પાણી પ્રદૂષિત છે : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

0
185

બેંગ્લુરુ/ચેન્નાઈ,
તા.૧૧/૦૩/૨૦૧૮

કાવેરીના પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે કર્ણાટક?

લાંબા સમયથી દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુ અને કર્ણાટકની વચ્ચે કાવેરી નદીના પાણીને લઇ વિવાદ ચાલી રહ્યો છે. હવે આ લડાઇ પાણીની માત્રાને લઇ નહીં પરંતુ તેની ગુણવત્તાને લઇ હોઇ શકે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કર્ણાટકથી તામિલનાડુ આવનાર કાવેરીનું પાણી પ્રદૂષિત છે. શુક્રવારના રોજ બોર્ડની તરફથી સુપ્રીમ કોર્ટને સોંપાયેલ રિપોર્ટમાં કહ્યું છે કે તામિલનાડુમાં પ્રવેશ પહેલાં કર્ણાટક પાણીને પ્રદૂષિ કરી રહ્યું છે.

બોર્ડે કહ્યું કે કાવેરીની ભગિની નદીઓ થેનપેન્નાયર અને અર્કાવતી નદીઓનું પાણી તામિલનાડુમાં પ્રવેશ પહેલાં પ્રદૂષિત થઇ જાય છે. ૨૦૧૫ની સાલમાં સુપ્રીમ કોર્ટમાં નોંધાયેલ કેસમાં બોર્ડે આ રિપોર્ટ જમા કરાવ્યો છે. તામિલનાડુએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી માંગણી કરી હતી કે કર્ણાટકને આદેશ આપ્યો કે તેઓ અનટ્રીટેડ સીવેજ અને ઔદ્યોગિક કચરાને નદીમાં આવતા અટકાવે. તામિલનાડુના દક્ષિણી, પશ્ચિમી, ઉત્તર અને પૂર્વ વિસ્તારના લોકો માટે કાવેરીનું પાણી લાઇફલાઇનની જેમ છે.

રાજ્યના ૧૯ જિલ્લાઓમાં રહેતી ૨૦ ટકા વસતીને તામિલનાડુ સરકાર કાવેરીના પાણીમાંથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે. તામિલનાડુમાં ચાલતી ૧૨૭ પીવાના પાણીની યોજનાઓનો આધાર કાવેરીનું જ જળ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કર્ણાટક અને તામિલનાડુની તરફથી ત્રણ નદીઓના પાણીઓના સેમ્પલોની તપાસ કરાઇ હતી. આ સેમ્પલ કાવેરી, થેનપેન્નાયર, અને અર્કાવતી નદીમાંથી લેવામાં આવ્યા હતા. આ બંને નદીઓના પાણીની તપાસ કાવેરીમાં મર્જર પહેલાં કરાઇ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં કહ્યું કે થેનપેન્નાયર

નદીનું જળ પ્રદૂષિત છે અને તેની ક્વોલિટીમાં સુધાર માટે એક્શન પ્લાનની જરૂર છે. આ સિવાય અર્કાવતી અને કાવેરીનું પાણી પણ પ્રદૂષિત જણાયું છે. તેનું કારણ ખુલ્લામાં શૌચના લીધે મળ નદીમાં આવવાનું પણ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY