હું ‘ભારત’માં કેમિયો કરવાની નથી: કેટરીના કૈફ

0
91

મુંબઈ,તા.૧૧
ટોચની અભિનેત્રી કેટરિના કૈફ અલી અબ્બાસ ઝફરની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ભારત ફિલ્મમાં કેમિયો કરવાની નથી એવું જાણવા મળ્યું હતું. તાજેતરમાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે પ્રિયંકા ચોપરા ઉપરાંત સલમાનની લાડકી અભિનેત્રી કેટરિના કૈફ પણ ભારત ફિલ્મમાં દેખાશે. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે હજુ કેટરિનાના રોલની સ્પષ્ટતા થઇ નથી. પરંતુ કેટરિનાના પ્રવક્તાએ કહ્યું કે આ રિપોર્ટ નરી ગોસિપ છે.
કેટરિના આ ફિલ્મ કરતી નથી. હાલ કેટરિના સલમાન ખાનની દબંગ ટુરમાં છે અને તાજેતરમાં કેનેડામાં એણે રીતસર ધમાલ મચાવી દીધી હતી. એેની ડાન્સ આઇટમે લોકોને ઘેલા કર્યા હતા. આ પ્રવક્તાએ કહ્યું કે કેટરિનાના કેમિયો રોલથી ફિલ્મને કે કેટરિનાને કશો લાભ થવાનો નહોતો એ મુદ્દો સમજાતાં અલી અબ્બાસ ઝફર અને કેટરિના વચ્ચે સમજુતી સધાઇ હતી કે કેટરિના કેમિયો નહીં કરે. આમ અત્યારે માત્ર પ્રિયંકા ચોપરા અને દિશા પટની ભારત ફિલ્મ કરી રહી છે. પ્રિયંકા હીરોઇન છે અને દિશા સલમાનની બહેનનો રોલ કરવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY