કેન્દ્રનો મોટો નિર્ણય, મા-બાપને હેરાન કર્યા તો પરત કરવી પડશે મિલકત

0
144

ન્યુ દિલ્હી,
તા.૨૫/૦૩/૨૦૧૮

મા-બાપને હેરાની કરીને મિલકત પોતાના નામે કરાવી દીધા બાદ એમનો સાથ છોડી દેનાર છોકરાઓ પર કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવા જઇ રહી છે. આવા કેસમાં માત્ર એક ફરીયાદ પર બાળકોને મિલકત મા બાપને પરત કરવી પડશે.

સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર સતત આવી ફરિયાદ મળતી હતી જેમાં છોકરાઓ મિકલત પોતાને નામે કરાવ્યા બાદ વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર નિકાળી દીધા છે. આવા કેસોને રોકવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ચંદ ગહોલોતે અધિકારીઓને અધિનિયમમાં ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલય તરફથી અધિનિયમમાં સંશોધનને અંતિમ રૂપ આપવામાં આવી ચૂક્યું છે. જલ્દીથી એને કેબિનેટમાં રમૂકવામાં આવશે, જ્યાંથી મંજૂરી બાદ એને રાજ્યોમાં મોકલી દેવામાં આવશે. આ કાયદાને લાગૂ કરવાની જવાબદારી રાજ્યોની હશે.

મા બાપને જીવંતતા માટે છોકરાઓ તરફથી આપવામાં આવતી દર મહિને નાણાંકીય મદદની સીમા પણ હટાવી દેવામાં આવશે. બિનસરકારી સંગઠને ૨૦૧૪માં જારી કરેલા પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે ભારતમાં ૧૦ કરોડથી વધારે વૃદ્ધ લોકો રહે છે. એમાંથી આશરે ૧ કરોડ લોકોને એમના જ બાળકોએ સંપત્તિ વિવાદના કારણે ઘરની બહાર નિકાળી દેવામાં આવ્યા છે.

દરેક રાજ્યોમાં મેન્ટીનેન્સ અથવા અપીલેટ ટ્રિબ્યૂનલમાં પીડિત મા બાપ એની ફરીયાદ કરી શકશે. આ ટ્રિબ્યૂનલ પાસે સિવિલ કોર્ટના અધિકાર છે. એક રિપોર્ટ પ્રમાણે ૫૩.૨ ટકા કેસ એવા છે જેમાં માતા પિતા સાથે ખરાબ વર્તણુંકનું કારણ માત્ર મિલકત છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY