કેન્દ્ર સરકાર કોઈ પણ દેશ સાથે ડીએનએ પ્રોફાઇલ શેર કરી શકશે

0
175

ન્યુ દિલ્હી,તા.૭
ડીએનએ ટેકનિક નિયમન વિધેયક-ર૦૧૮ને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી ચૂકેલ સરકારને કોઇ પણ દેશ સાથે ડીએનએ પ્રોફાઇલ શેર કરવાનો અધિકાર મળશે. સરકાર હવે કોઇ પણ આંતરરાષ્ટ્રીય સંગઠન કે બીજા દેશની સાથે ડીએનએ શેર કરી શકશે.
આ માટે સરકારે ડીએનએ ડેટા બેન્કનું નિયમન કરનાર બોર્ડ સાથે પરામર્શ કરવો પડશે, જાકે કોઇ પણ ખાનગી સંસ્થા કે સંગઠન સાથે ડીએનએ પ્રોફાઇલ શેર કરી શકાશે નહીં. અપરાધીઓ, શકમંદો, પીડિતો, લાપતા અને વિચારાધીન લોકોની ડીએનએ ડેટા બેન્ક તૈયાર કરવા માટે કેન્દ્રીય કેબિનેટે ૪ જુલાઇના રોજ વિધેયકને મંજૂરી આપી હતી, તેમાં નિયમન માટે બોર્ડની રચના કરવાની જાગવાઇ છે.
બોર્ડ કેન્દ્ર કે રાજ્યમાં ડીએનએ પ્રોફાઇલનો સંગ્રહ કરવાની બેન્ક ખોલવાની કાર્યવાહી કરશે. આ લેબને માન્યતા આપવા અને તે પાછી ખેંચી લેવાનો અધિકાર બોર્ડને હશે. બોર્ડને આંતરરાષ્ટÙીય સ્તરે બદલાતી ટેકનિકનો ઉપયોગ કરવાની ભલામણ કરવાની સત્તા મળશે. બોર્ડ પ્રાઇવસીનું જતન, ડીએનએને સંરક્ષિત કરવાની તેમજ ક્રિમિનલ તપાસમાં ડીએનએ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નિભાવશે.
આ વિધેયકના મુસદ્દામાં એવી પણ જાગવાઇ છે કે સરકાર ખાસ પરિÂસ્થતિમાં બોર્ડનું સ્થાન લેશે. આ પરિસ્થિતિમાં બોર્ડ દ્વારા ડીએનએની સુરક્ષા અને પ્રાઇવસીની જવાબદારી સંભાળવામાં બોર્ડની નિષ્ફળતાનો સમાવેશ થાય છે. મુસદ્દામાં એવું જણાવાયું છે કે કેન્દ્ર રાષ્ટ્રીય સ્તરે તેમજ દરેક રાજ્યમાં વસ્તી અને અન્ય પાસાંઓને ધ્યાનમાં રાખીને એક-બે અથવા વધુ ડીએનએ ડેટા બેન્ક સ્થાપશે.
સમગ્ર દેશ સાથે સંકળાયેલ ડેટા રાષ્ટ્રીય બેન્કમાં રાખવામાં આવશે. કાયદા નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ જ્ઞાનંતસિંહના જણાવ્યા પ્રમાણે સરકારે આ જાગવાઇ આંતરરાષ્ટÙીય સ્તરે અપરાધને અંજામ આપનાર અપરાધીઓ, આતંકીઓ અને ગુમ થયેલા વિદેશી નાગરિકોની ઓળખ માટે કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY