કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી

0
126

વડોદરા,
તા.૨૫/૦૩/૨૦૧૮

કેન્દ્રીય કાપડ અને માહિતી પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

કેન્દ્રીય કાપડ અને માહિતી પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાની આજે એક દિવસના નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં સ્મૃતિ ઇરાનીએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. અને આ પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી મેળવી હતી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઝડપી થઇ રહેલા કામથી તેઓ પ્રભાવિત પણ થયા હતા. ત્યારબાદ સ્મૃતિ ઇરાનીએ નર્મદા ડેમ પર લગાવવામાં આવેલા દરવાજાનું નિરીક્ષણ કર્યુ હતુ. પ્રવાસીઓ માટે રોપ-વેની સુવિધાની કામગીરી અંગે પણ સ્મૃતિ ઇરાનીને વાકેફ કરાયા હતા.

કેન્દ્રીય ટેક્ષટાઇલ અને માહિતી પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાનીએ નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠખ યોજી હતી. જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. અને અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY