કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જાવા મળે છે : શિવરાજ સિંહ ચૌહાણ

0
95

ભોપાલ,
તા.૩/૫/૨૦૧૮

જ્યોતિરાદિત્ય સિંધિયાના કોન્સ્ટેબલ મેડીકલ ચેકએપ વિશેના નિવેદનનો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો

મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક જ રૂમમાં મહિલાઓની હાજરીમાં પુરુષ કોન્સ્ટેબલના મેડીકલ ચેકઅપ માટે કપડા ઉતારવાનું કોંગ્રેસના પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શરમજનક કૃત્ય ગણાવ્યુ છે. સિંધિયાએ પોતાના ટ્‌વીટર હેન્ડલ પર ટ્‌વીટ કરી કે મધ્ય પ્રદેશમાં એકવાર ફરી સરકારી પ્રતિનિધિઓની બેદરકારીએ હદ પાર કરી નાખી છે.

મહિલાઓની સામે પુરુષના કપડા ઉતરાવીને ચેકઅપ કર્યું. આ ઘોર નિંદાને પાત્ર અને શરમજનક કૃત્ય છે. સિંધિયાના આ ટ્‌વીટ બાદ જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર ટ્‌વીટ કરતા લખ્યુ કે કેટલાક નેતા પ્રદેશમાં માત્ર ચૂંટણી સમયે જાવા મળે છે. બાકી સમય પોતાના મહેલોમાં વીતાવે છે. તેમને લાગે છે કે સામાન્ય માણસને ક્યાં જાણ થવાની છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY