ખાંભામાં એક પરિવારે કારથી ૧૦ ફૂટના અંતરેથી સિંહદર્શન કર્યા

0
66

ખાંભા,તા.૧૦
ગીરના રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. ત્યારે ગેરકાયદે સિંહદર્શન કરાવતા તત્વો આ વિસ્તારમાં સાવજોને મારણ આપી અવાર નવાર લાયન શો કરાવતા રહે છે. ત્યારે ધારી ગીર પૂર્વના પાતળા રેવન્યુ નજીક ફરી એકવાર લાયન શોના વીડિયો વાઈરલ થયા છે. જેથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક બાળકીનો અવાજ સંભળાય છે અને એક વ્યક્તિ બોલી રહ્યો છે કે એક સિંહણ અને ત્રણ બચ્ચા મારી કારથી ૧૦ ફૂટ જ દૂર છે.
હાથ બહાર ન કઢાય તેવું બાળકીને કહી રહ્યો છે. વાઈરલ વીડિયોમાં મહિલાઓ અને બાળકો ૧ કારમાં ૫થી ૧૦ ફૂટના અંતરેથી જ દર્શન કરી રહ્યાં હોવાનું દેખાય રહ્યું છે. ભૂતકાળમાં આ જમીનને લઈને મોટો વિવાદ થયો હતો. આ વિસ્તારમાં લાઈન શો વન વિભાગની રહેમ નજર હેઠળ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY