સીસીટીવીમાં 8 સ્થળોએ શુટર દેખાયા બાદ પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલી પાંચને ઝડપી લીધા
સુરતઃ ઉધનામાં બિલ્ડરને બે કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપીને અન્ય વ્યાપારી પર ફાયરીંગ કરવાના કેસમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં 8 ફુટેજમાં બાઇક પર જતા શુટર દેખાઈ રહ્યા હતાં. જેના આધારે તપાસ કરી હતી. જેમાં સૌ પ્રથમ એક શૂટર પકડાયા બાદ તમામને પોલીસે ઝડપી લીધા હતાં.
ફાયરીંગ કરી નાસતા સીસીટીવીમાં થયા કેદ
ફાયરીંગ કરીને શુટરો આઈડીબીઆઈ બેંકની બાજુમાંથી ભાગ્યા હતાં. ત્યાંના કેમેરામાં તેઓ દેખાઈ રહ્યાં હતાં. ત્યાર બાદ આગળ 200થી વધુ સીસીટીવી ફુટેજ પોલીસે ચેક કર્યા હતા. ઝાંસીની રાણી પાસેના ફુટેજમાં શુટર દેખાયા હતા, ત્યાંથી આગળ મીરાનગરના ગેટ પાસે કેમેરામાં તેઓ દેખાયા. એક ખમણીની દુકાન આગળ, આશાનગર ના ગેટ પાસે, જલારામ ટ્યુશન પાસે, બીઆરસી ગેટ તરફ જતા અને ત્યાર બાદ પિયુષ પોઈન્ટ પાસે વેસુ તરફ જતા એક કેમેરામાં શુટર દેખાયા હતા. જેના આધારે પોલીસે વિવિધ ટીમ બનાવી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતાં. જેમાં તેઓએ હથિયાર ક્યાંથી લીધું હતું. સાથે જ મોબાઈલ પર ધમકી આપવા માટે ચોરીનો ફોન અને સીમ કાર્ડ વાપર્યું હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલા આરોપીઓના નામ
– પ્રખર પ્રતિક ખન્ના
– સગીર વયનો યુવક
– સચ્ચુ ઉર્ફે કરણ રામ અવતાર ફકીરા રાય
– જીગર નીતિનભાઈ પટેલ
– યોગેશ્વર મનોજભાઈ મૈસુરીયા
બિહારથી ખરીદી હતી પિસ્તોલ
આરોપીઓએ દેશી બનાવટની પિસ્તોલ બિહારથી રૂપિયા 40 હજારમાં ખરીદી હતી. તેમજ ધાક ધમકી આપીને વેસુ વિસ્તારમાંથઈ બે રાહદારીઓના મોબાઈલ ઝુંટવી લીધા હતાં. અને એક મોબાઈલ અને બીજામાંથી સિમકાર્ડ કાઢીને બિલ્ડરને ધમકી ભર્યો ફોન કર્યો હતો. સાથે જ ગુનામાં વપરાયેલા સ્પ્લેન્ડર બાઈક પણ વરાછા વિસ્તારમાંથી ચોરવામાં આવ્યું હતું. પોલીસે પિસ્તોલ સહિત ચાર છૂટા કારતૂસ કબ્જે કર્યા હતાં.
મોબાઇલ ચોરી કરતાં સમયે મોપેડનો ઉપયોગ કર્યો હતો
19 તારીખે શુટરોએ બિલ્ડરને ધમકી આપીને તેજ દિવસે ફાયરીંગ કર્યું હતું.શુટરોએ ધમકી આપવા માટે જે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો તે મોબાઇલ ફોન શુટરોએ 18 મી તારીખે વીઆઈપી રોડ પરથી જયપ્રકાશ મીના નામના મજુર પાસેથી ચોરી કર્યો હતો તે સમયે શુટરોએ મોપેડનો ઉપયોગ કર્યો હતો. અને જ્યારે તેમણે ફાયરિંગ કર્યું ત્યારે બાઇકનો ઉપયોગ કર્યો હતો
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"