ખાનગી બેન્કોના સીઈઓ માટે પોતાના ઉત્તરાધિકારીની શોધ કરવી મુશ્કેલ બની

0
89

ન્યુ દિલ્હી,
તા.૭/૪/૨૦૧૮

દેશની પ્રાઈવેટ સેક્ટરની બેંકોના સીઈઓના કામ સરળ નથી. મેનેજમેન્ટ પર ઉઠી રહેલા સવાલોની વધી રહેલી સંખ્યા કોન્ફ્લક્ટ અને ઈંટરેન્ટના આરોપ અને મોટી લોન પર થનારી સંભવિત તપાસે બેંકોના સીઈઓ માટે પોતાના ઉત્તરાધીકારીની શોધ વધારે મુશ્કેલ કરી નાંખી છે. આગલા કેટલાક વર્ષો ખાનગી બેંકોના નેતૃત્વની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ હશે કારણકે મોટાભાગના સીઈઓ રીટાયર થવાના આરે છે. જાણકારોનું માનીએ તો મેનેજમેન્ટમાં બદલાવની અસર રોકાણકારો પર પણ પડશે. AXIS બેંકના સીઈઓ શિખા શર્માનો કાર્યકાળ આવતા મહીને પૂર્ણ થશે અને આરબીઆઈએ બોર્ડ પાસેથી ૨૦૧૭માં તેમને આપવામાં આવેલા ચોથા ત્રણ વર્ષના ટર્મ પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. શર્માના પૂર્વ કોલીગ ચંદાકોચર વીડિયોકોનને આપેલી લોનના કારણે મુશ્કેલીઓમાં ફસાયેલા છે. તેમની ટર્મ ૨૦૧૯માં પૂર્ણ થઈ રહી છે વિવાદોને જાતા તેમને આગળનું ટર્મ મળવું મુશ્કેલ છે. ૫૬ વર્ષના ચંદા કોચર ખાનગી બેંકના સીઈઓમાં સૌથી નાની ઉંમરના સીઈઓ છે.

એચડીએફસી અને ઈંડસઈંડ ૭૦ વર્ષની લિમિટ પાર કરનારા છે અને તેઓ ફરીથી ચૂંટાવા માટે અયોગ્ય થઈ જશે. કોટક, આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકના સીઈઓના ટર્મ તો વધી શકે છે પરંતુ આરબીઆઈ જા નિયમોમાં બદલાવ કરે તો માત્ર કોટકના સીઈઓની ટર્મ જ વધી શકશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY