સુરત,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. પરીક્ષા દરમિયાન શાળા કક્ષાએ પરીક્ષાર્થીને આરોગ્યલક્ષી કોઈ ઈમરજન્સી ઉભી થાય ત્યારે જે તે સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો કાર્યરત છે જ પરંતુ આવા સમયે સુરત શહેરની ખાનગી હોસ્પીટલ એવી વી.કેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પણ વિદ્યાર્થીઓને વહારે આવી છે.
કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષા કે તેનો સમય ન બગડે અને જે તે વિદ્યાર્થીને તુરંત જ ઘટના સ્થળે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી હોસ્પિટલ દ્વારા ડોકટરોની ટીમ અને ત્રણ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખીને ઈમરજન્સી મેડિકલ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાખંડ કે જે તે સ્કુલમાં તાત્કાલિક વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. જેથી કોઈ પણ પરીક્ષાર્થીઓએ તાત્કાલિક સારવારની જરૂર જણાય તો હેલ્પલાઇન નંબર મો.૭૦૯૬૫ ૭૩૫૭૩, ૭૦૯૬૫ ૭૪૫૭૪ પર ફોન કરી શકે છે. ઈમરજન્સી મેડીકલ કેર માટે ડો.મયુર ગઢીયા, ડો.હાર્દિક કળથીયા, ડો.નીતેશ સાવલીયા, ડો.મોહિત માવાણી, ડો.ભૌતિક પાનેલીયા, ડો.ઉમેશ લીંબાણી તથા ડો.નીલેશ ચાંદોલે એમ એક ડોકટરોની ટીમ ઈમરજન્સી સારવાર માટે તત્પર રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"