ચંડીગઢ,
તા.૮/૫/૨૦૧૮
હરિયાણાની મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મુસ્લમોને કહ્યું હતુ કે જાહેર રસ્તાઓ પર નમાઝ ન પઢો. તેમના આ નિવદેન બાદ હરિયાણાના વક્ફ બોર્ડ અને મુસ્લમોએ એક પત્ર લખીને સરકારને કહ્યું છે કે, ઘણી મસ્જદો પર દબાણ થયેલા છે. એટલે સરકાર આ દબાણો હટાવે.
મુસ્લમોએ આ પત્ર ગુરુગ્રામના જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો અને કહ્યું હતુ કે, મસ્જદોની સંખ્યા ઓછી છે એટલા માટે લોકોએ નમાઝ પઢવા માટે રસ્તા ઉપર બેસવું પડે છે. આથી, ગુરુગ્રામ વિસ્તારમાં ૨૦ જેટલી મસ્જદો છે જેના પર દબાણ થયેલુ છે. આ દબાણ દૂર કરો.
“હરિયાણામાં રસ્તાઓ પર મુસ્લમો નમાઝ પઢે છે તેનો ઘણા બધા સમાજે વિરોધ કર્યો છે. એટલા માટે નમાઝ પઢવા માટે મસ્જદો ઉપલબ્ધ હોય તે જરૂરી છે. આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, જે મસ્જદોનો ગેરકાયદેસર રીતે કબ્જા લઇ લેવામાં આવ્યો છે તેને પોલીસની મદદથી મુક્ત કરો. જેથી મુસ્લમો ત્યાં નમાઝ પઢી શકે. હરિયાણા વક્ફ બોર્ડ આ મસ્જદોનો મરમત્ત ખર્ચ ઉપાડી લેશે”
છેલ્લા ઘણા દિવસોથી શુક્રવારની નમાઝ દરમિયાન હરિયાણામાં નમાઝમાં ખલેલ પહોંચી રહી છે. હરિયાણા સરકાર જાહેર જગ્યાઓ નમાઝ પઢવા માટે ઉપયોગ કરી શકાય નહીં. મનોહરલાલ ખટ્ટરે આ અગાઉ કહ્યું હતુ કે, નમાઝ મસ્જદમાં જ અદા કરવી જાઇએ.
અથવા તો વ્યક્તગત જગ્યાઓ પર કરવી જાઇએ એવો મારો મત છે. લોકોને તકલીફ ન પડે એટલા માટે આ યોગ્ય નથી. ખટ્ટરના આ નિવદેનથી મુસ્લમો નારાજ થયા હતા અને કહ્યું કે, આ ધર્મ સ્વતંત્રતાનો મામલો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"