નાંદોદની વાઘેથા સે.સ.મંડળીએ લોન માફીના નામે દસ્તાવેજો ઉઘરાવી ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી કર્યાનો આક્ષેપ

0
189

વાઘેથા સે.સ.મંડળીએ ખેડૂતોના આ આક્ષેપને રાજકીય દ્વેષ ભાવ ગણાવ્યો જ્યારે ખેડૂતોએ મંડળીના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી.
રાજપીપળા:
નાંદોદ તાલુકાની વાઘેથા સેવા સ.મ.લી દ્વારા ગામના જ ખેડૂતો પાસેથી લોન માફીના નામે દસ્તાવેજો ઉઘરાવી એમની જાણ બહાર લાખોની લોન લઈ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ ખુદ ખેડૂતોએ જ લગાવતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ બેંક દ્વારા લોન ભરપાઈની નોટિસો અપાતા ખેડૂતો દ્વિધામાં મુકાયા છે. આ મામલે ખેડૂતોએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નાંદોદ તાલુકાના વાઘેથા ગામના 12થી વધુ ખેડૂતોએ આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે વાઘેથા ગ્રામપંચાયતના માજી સરપંચના પતિ રઘુ મનસુખ વસાવા વાઘેથા સેવા સ.મ.લી ના સેક્રેટરી નગીન ગોરધન વસાવાએ અમારી પાસે આવી જણાવ્યું હતું કે તમારા વડવાઓએ જેતે સમયે બેન્કમાંથી લોન લીધી હતી એ દેવું સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે જેથી તમારે બેંકની પાસબુક,પોતાની સહી સાથેના કોરા ચેકો આપો.તો અમે લોન માફીની કાર્યવાહી કરવા માટે વિશ્વાસે એમને આ દસ્તાવેજો આપ્યા હતા.ત્યારે હાલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક દ્વારા 2016-17માં ખેતી પાક માટે લીધેલી 19,94000 રૂપિયાની લોન 14% વ્યાજ સાથે 25,70,939 રૂપિયા ભરપાઈ કરવા રાજપીપળા શાખાએ અમને નોટિસ આપી છે.ખરેખર આ લોન અમે લીધી જ નથી.અમારા તમામ દસ્તાવેજો અત્યારે પણ વાઘેથા સેવા સ.મ.લી ના સેક્રેટરી પાસે છે જે માંગવા જતા અમને તેઓ ધમકી આપે છે.ત્યાર બાદ અમે તમામ આ મામલે બેંકના તપાસ માટે ગયા તો ત્યાં પણ અમને કોઈ માહિતી ન મળી.રઘુ વસાવા અને નગીન વસાવાએ અમારા દસ્તાવેજોને આધારે અમને અંધારામાં રાખી લોન લીધી છે જે અમે કેવી રીતે ભરીએ.આ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
રિપોર્ટર-નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY