ખોરાક-પોષણમાં સુધારા સાથે રમત વધુ સારી રીતે રમાઈ રહી છે

0
126

ટેનિસનો ચહેરો બદલાયો છે, રમતનો વધુ વિકાસ થવા પામ્યો છે: એડબર્ગ
મુંબઈ,તા.૨૭
મહાન ખેલાડી સ્ટીફન એડબર્ગનું કહેવું છે કે ટૅક્નલાજીની મદદથી ટેનિસની રમત વધુ વિકસિત બની છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના બે તાજ સહિત છ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાના વિજેતા એડબર્ગે કહ્યું હતું કે ટેનિસનો ચહેરો બદલાઈ ગયો છે અને રમતનો વધુ વિકાસ થવા પામ્યો છે. તે શારીરિકપણે વધુ શ્રમિક બની છે અને હવે નવા પ્રકારના રેકેટ્‌ સાથે વધુ ઝડપથી રમાય છે, એમ એડબર્ગે કહેતા ઉમેર્યું હતું કે ખોરાક-પોષણમાં સુધારા સાથે રમત વધુ સારી રીતે રમાઈ રહી છે.
પોતાની સર્વ અને વોલીની રમત માટે પ્રખ્યાત બનેલ સ્વિડનના એડબર્ગે વધુમાં કહ્યું હતું કે રોજર ફેડરરનો ૨૦ ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદનો વિક્રમ ફક્ત નોવાક જાકોવિચ અને રફેલ નડાલ તોડવા કાબેલ છે. ફેડરર પુરુષોની સિંગલ્સમાં ૨૦ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાના તાજ જીતવાનો હાલ વિશ્ર્વ વિક્રમ ધરાવે છે અને તે આવી સ્પર્ધાઓની ૩૦ ફાઈનલમાં રમી ચૂક્યો છે.
ફેડરર તેની ૩૬ વર્ષની વયે વિશ્ર્વમાં સર્વોચ્ચ ક્રમાંક ધરાવતો પણ સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. ફેડરર સૌથી વધુ અઠવાડિયા સુધી વિશ્ર્વમાં સર્વોચ્ચ ક્રમાંક જાળવી રાખવાનો વિક્રમ પણ ધરાવે છે. સતત ૭૨ સપ્તાહ સુધી વિશ્ર્વના પ્રથમ ક્રમાંકિત તરીકે રહેલા એડબર્ગે કહ્યું હતું “ફેડરર બધા સમયનો કદાચ સૌથી મહાન ખેલાડી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY