અશ્લલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર ૨ હેવાનોએ દુષ્કર્મ આચર્યું

0
106

આણંદ,
તા.૫/૫/૨૦૧૮

માનસિક વિકૃત લોકોને કાયદાનો ડર નથી રહ્યો, દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આણંદમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરા દુષ્કર્મની ઘટનાના પડઘાં સમ્યા નથી ત્યાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ૨૫ વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ૨ યુવકો દ્વારા પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં ૨૫ વર્ષિય પરિણીતા પર ૨ યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંન્ને યુવકોએ પરિણીતા પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવ્યો હતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતા હતાં અને વાંરંવાર દુષ્કર્મ ગુજારતા હતાં. આ મામલે પીડિત પરિણીતાએ આણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં દુષ્કર્મ આચરનારા બંન્ને યુવાનો ફરાર છે જેમની આણંદ પોલીસે ફરાર યુવકોની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY