ખુશ ખબર..!! સરકારના વિવિધ વિભાગોમાં ૧૫૨૩૯ જગ્યાઓ ખાલી પડશે

0
141

અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

નિવૃત થતા કર્મચારીઓની સંખ્યામાં વધારો નોંધાયો

ગુજરાત રાજ્યમાં સરકારી વિભાગો અને સરકાર સહાયક સંસ્થાઓમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.નિવૃત કર્મચારીઓને લાભ-પેન્શન આપવા સરકાર પર નાણાંકીય બોજ વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે ગુજરાતમાં ૧૫,૨૩૯ કર્મચારીઓ નિવૃતિ લેશે જેના પગલે નિવૃત કર્મચારીઓની સંખ્યા વધીને ૪,૩૮,૨૫૮ થશે. રાજ્ય સરકારે પેન્સન સહિતના લાભો આપવા રૃ.૧૨૯૨૩ કરોડની જાગવાઇ કરી છે.

વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ પેન્શનરોની સંખ્યા ૪,૦૮,૯૪૮ હતી જે વર્ષ ૨૦૧૬-૧૭માં વધી ૪,૨૦,૫૦૨ થઇ હતી. જાકે, વર્ષ ૨૦૧૮-૧૯માં નિવૃત કર્મચારીઓની સંખ્યા વધીને ૪,૫૦,૫૦૯ થઇ જશે. નિષ્ણાતો કહે છેકે,નિવૃત થતા કર્મચારીઓનેને પેન્શન સહિતના લાભો આપવાને લીધે સરકારી તિજારી પર નાણાંકીય ભારણ વધી રહ્યું છે જેમ કે,વર્ષ ૨૦૧૫-૧૬માં પેન્શનરો માટે રૃ.૯૯૬૩ કરોડ ખર્ચાયા હતાં જયારે વર્ષ ૨૦૧૬-૧૭માં રૃ.૧૧૩૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સરકાર હવે વર્ષ ૨૦૧૭-૧૮માં રૃ.૧૨૮૪૮ કરોડ ખર્ચ કરશે. વર્ષ ૨૦૧૮-૧૯માં તો આ ખર્ચ રૃ.૧૪૯૯૦ કરોડ થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં પેન્શનરને સરેરાશ વાર્ષિક રૃ.૨.૪૪ લાખ ચૂકવાયા હતાં જે હવે વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં રૃ.૨.૯૫ લાખ ચૂકવાશે. વર્ષ ૨૦૧૮-૧૯માં પેન્શનરને વાર્ષિક રૃ.૩.૩૩ લાખ ચૂકવાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે.રાજ્યના કુલ અંદાજીત બજેટ રૃ.૧૮૩૬૬૬ પૈકી ૮.૦૫૧ ટકા રકમ પેન્શન આપવા પાછળ ખર્ચવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY