કોહલીનું મોટું બલિદાન: ઇંગ્લેન્ડ સામે ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરે તેવી શક્યતા

0
171

ન્યુ દિલ્હી,તા.૨૮
ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડીયા કોઈપણ ભોગે જીત મેળવવા માંગે છે. આ માટે તે નેટ્‌સ પર સખત મહેનત કરી રહી છે. સાથે તે નવી રણનિતીઓ સાથે મેદાનમાં ઉતરવાની છે. રિપોર્ટ છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-૨૦ શ્રેણી દરમિયાન મોટુ બલિદાન આપી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે લિમિટેડ ઓવરમાં ત્રીજા નંબરે બેટિંગ કરનાર વિરાટ આ પ્રવાસમાં ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરી શકે છે. આમ વિરાટ કોહલી લોકેશ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવા માટે કરી શકે છે.
રાહુલે આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. રાહુલે ફક્ત ૧૩ બોલમાં અડધી સદી ફટકારી સાબિત કરી દીધું હતું કે તેને લિમિટેડ ઓવર ફોર્મેટમાં પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જાઈએ. રાહુલનું આ ફોર્મ જાતા ટીમ મેનેજમેન્ટે તેને ત્રીજા ક્રમે રમાડવા માંગે છે. કારણ કે રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જાડી નક્કી છે. રાહુલ પણ ઉપર સારી રીતે રમી શકે છે જેથી તેને ત્રીજા ક્રમે ઉતારી વિરાટને નંબર ૪ પર ઉતારવામાં આવી શકે છે.
ભારતીય ટીમ આયરલેન્ડે સામે બે ટી-૨૦ મેચની શ્રેણી પછી ઇંગ્લેન્ડ સામે ૩ ટી-૨૦ મેચ, ૩ વન-ડે અને ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણી જીતવા માટે ટીમ ઇન્ડીયાએ બેસ્ટ પ્રદર્શન કરવું પડશે. ત્યારે તે ઇંગ્લેન્ડમાં ઇતિહાસ રચી શકશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY