(સંપૂર્ણ સમાચાર સેવા
કોલકત્તા,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે મુંબઇ ઇન્ડીયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. છેલ્લી મેચમાં મુંબઇની સામે હાર થયા બાદ હવે ઘરઆંગણે મુંબઇને હાર આપીને પોતાની સ્થિતીને વધારે મજબુત કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સ સજ્જ છે. બીજી બાજુ મુંબઇને તો તમામ મેચો હવે જીતવાની જરૂર દેખાઇ રહી છે. મુંબઇની ટીમની આગામી રાઉન્ડમાં પહોંચી જવા માટેની આશા જીવંત રહી છે. જા કે મુંબઇની બાકીની તમામ મેચો જીતવી પડશે. જે ખુબ પડકાર છે. દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ પણ શાનદાર ફોર્મમાં છે. તે જાતા મુંબઇને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવતીકાલની મેચમાં તમામની નજર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કૃણાલ પર કેન્દ્રિત થઇ ગઇ છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઇની ટીમે તેની સ્થિતી સુધારી લીધી છે. તે હવે ૧૦ મેચોમાં ચારમાં જીત સાથે આઠ પોઇન્ટ ધરાવે છે. જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમે ૧૦ મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે અને તેના ૧૦ પોઇન્ટ છે. બન્ને ટીમોમાં તમામ સ્ટાર ખેલાડી છે. જેથી મેચ રોમાંચક રહેશે.આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગેથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડીયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડીયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડીયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જાડાયા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇન્ડીયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાનારી મેચને લઇને અહીં ભારે ક્રેઝ જાવા મળી રહ્યો છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
મુંબઇ ઇન્ડીયન્સ ઃ બુમહાર, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.
કોલકાતા નાઇટ રાઇડર્સ ઃ કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"