બેંગલુરુ,તા.૧૬
કર્ણાટકમાં સરકાર રચવા માટે મચેલી હોડ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસની ચિંતા વધારનારા અહેવાલો છે. બંને પક્ષો બેંગાલુરુની હોટલમાં ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે બેઠકો કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસની બેઠકમાંથી ૨૫ જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. તો નવનિર્વાચિત ધારાસભ્ય એમ. બી. પાટિલ કોંગ્રેસની બેઠક છોડીને નીકળી ચુક્યા છે. એમ. બી. પાટિલનો દાવો છે કે કોંગ્રેસના વધુ છ ધારાસભ્યો પણ તેમની સાથે છે. જરૂર પડશે તો આ છ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી દેશે.
બીજી તરફ જેડીએની બેઠકમાં પણ બે નવનિર્વાચિત ધારાસભ્યો પહોંચ્યા નથી. જેડીએસની બેઠકમાં નહીં પહોંચનારા ધારાસભ્યોમાં રાજા વેકંટપ્પા અને વેંકટ રાવનો સમાવેશ થાય છે. જેડીએસના ધારાસભ્ય દળના નેટા ચૂંટાયા બાદ એચ. ડી. કુમારસ્વામીએ ભાજપ પર ધારાસભ્યોને તોડવાની કોશિશ માટે મોટી લાલચ અપાયાનો ગંભીર આરોપ લગાવાયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"