સૌરાષ્ટ્ર, કચ્છ પર મોનસુન જોરદારરીતે સક્રિય થઇ ગયું

0
57

અમદાવાદ, તા. ૧૩
દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મોનસુન જારદારરીતે સક્રિય થઇ ગયું છે. આની અસર હવે જાવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થતિ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર સક્રિય છે. આવી સ્થતિમાં ભારે વરસાદ જારી રહી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામં આવી છે જેથી તંત્રને હજુ તમામ સાવધાની રાખવી પડશે. અનેક જગ્યાએ ઘુંટણ સમાન પાણી છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્‌ ગુજરાત અને ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની Âસ્થતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવતરીતે રહી શકે છે. આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY