લઘુ બચત યોજનાઓ પર વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી થાય: કેંદ્ર સરકાર

0
62

ન્યુ દિલ્હી,તા.૩
કેન્દ્ર સરકારે પીપીએફ, એનએસસી જેવી લઘુ બચત યોજનાઓ ઉપર વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ વધારવાથી વ્યાજદરમાં વધારાની આશા લગાવીને બેઠેલા ગ્રાહકોને ઝટકો લાગ્યો છે.
નાણા મંત્રાલયે એક જાહેરનામા થકી આ અંગેની જાણકારી આપી હતી. સરકાર દર ત્રણ મહિને કિસાન વિકાસ પત્ર (કેવીપી), રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી), વરિષ્ઠ નાગરિક બચત યોજના વગેરેના વ્યાજદરની સમીક્ષા કરે છે. આ બચત યોજનાઓ સ્થાયી રિટર્ન ઈચ્છતા લોકો માટે રોકાણનું મોટું માધ્યમ છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, આરડી એનએસસી, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને ખાસ કરીને ગ્રામીણ, તાલુકા અને નાના શહેરોમાં અત્યંત લોકપ્રિય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારી વધવાની સાથે વ્યાજદરમાં વધારાની આશા સ્વાભાવિક છે, અન્યથા વાસ્તવિક રિટર્ન નક્કી વ્યાજદરથી પણ ઘણું ઓછું થઈ જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY