લઘુમતી અધિકાર અભિયાન સંદર્ભે સહી ઝુંબેશ

0
195

ભરૂચ:

ભરૂચના દહેજ બાયપાસ ખાતે લઘુમતી અધિકાર અંગેની સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા હતા. રાજ્ય સરકાર દ્ધારા થતા અન્યાય સામે ગુજરાતમાં લઘુમતીઓએ લડત ચાલુ કરી છે.

એમસીસીના એક સર્વે મુજબ ગુજરાતમાં લઘુમતીની સ્થિતી અન્ય રાજ્યોની તુલનામાં વધુ ચિંતાજનક હોવાનુ બહાર આવ્યુ હતુ. ગુજરાતના લઘુમતીના વિકાસ, રક્ષણ અને તેમના અધિકારો માટે સમીતિએ અભિયાન ચલાવી સરકાર સામે લડત ઉપાડી હતી.

ગુજરાત રાજ્યમાં માઈનોરિટી કોઓર્ડીનેશન કમિટીના નેજા હેઠળ લઘુમતી સમાજની વિવિધ પ્રશ્નોની માંગણીઓને લઇને રાજ્ય સરકાર સામે લડત ચાલુ કરી છે. અત્યાર સુધીમાં મુખ્યમંત્રીને સંબોધીને એક લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને મોકલ્યા હતા. અને રાજ્યભરમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા હતા. તેમ છતાં હજુસુધી સરકાર તરફેથી કોઈજ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જેને પગલે એમસીસી દ્ધારા રાજ્યમાં ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી મુખ્ય મંત્રીને સંબોધીને વ્યક્તિદીઠ આવેદનપત્રની સહી ઝુંબેશ હાથધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ બાયપાસ ચોકડી પર સહી અભિયાન રાખવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો જોતરાયા હતા. ગુજરાતભરમાંથી સહી ઝુંબેશના અંતે દરેક જિલ્લામાંથી એક પ્રતિનિધિ સાથેનુ ડેલીગેશન એક લાખ જેટલા આવેદનપત્ર લઇને મુખ્યમંત્રીને આપનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લઘુમતીઓની લડતને ધ્યાને રાખી પ્રધાન મંત્રીનો ૧૫ સુત્રિય કાર્યક્રમના અમલ માટે લધુમતી કમિટી રચના કરવાનું સરકારે નક્કી કર્યું છે.તેમજ અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તાર જુહાપુરા ખાતે EWS આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.

આ તબક્કે સુલેમાન પટેલ, ઇકબાલ પાદરવાલા,સ લીમ ગોદર, અબ્દુલ કામઠી, અબ્દુલસત્તાર મતદાર, ઉસ્માન મીંડી, સાજીદ કાપડીયા, મુસ્તાક શેરપુરાવાલા, મોહંમદ કાજીબાવા સહિતના લઘુમતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લઘુમતી અધિકારની આઠ મુદ્દાઓની માંગણીઓ :

માઈનોરિટી કૉઓર્ડીનેશન કમિટી દ્ધારા ગુજરાતભરમાં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરીને મુખ્ય આઠ માંગણીઓના અસરકારક અમલ માટે રાજ્ય સ્તરની ચળવળ ચલાવવામાં આવી રહી છે.

૧.  રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે.

૨.  રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે અલગ બજેટની ફાળવણી કરવામાં આવે.

૩.  રાજ્યમાં લઘુમતી કમિશનની રચના કરવામાં આવે અને તેને બંધારણીય તેમજ કાયદાકીય મજબુતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે.

૪.  રાજ્યના લઘુમતી બહુમતી ધરાવતાં વિસ્તારોમાં ધો. ૧૨સુધીની  સરકારી શાળાઓ ખોલવામાં આવે.

૫.  મદ્રસાની ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માનવામાં આવે.

૬.  લઘુમતી સમુદાયના ઉત્કર્ષ માટે ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે.

૭.  કોમી હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસવાટ માટે સરકારી નીતિ બનાવ્વામાં આવે.

૮.  વડા પ્રધાનના નવા ૧૫ સુત્રીય કાર્યક્રમનો સંપૂર્ણ અમલ કરવામાં આવે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY