વિકાસ દુબેની સંપત્તિની તપાસ કરશે ઇડી : યુપી પોલીસ પાસે માંગી જાણકારી

0
68

લખનૌ,તા.૧૧
ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એક્નાઉન્ટર બાદ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તેની સંપત્તિની તપાસ કરવામાં લાગી છે. આ માટે વિકાસના પરિવાર અને તેના નિકટના લોકોની તપાસ કરાઈ રહી છે. પોલીસના સૂત્રો મુજબ, વિકાસ દુબેએ છેલ્લા ૩ વર્ષોમાં કરેલી ૧૪ દેશોની યાત્રા દરમિયાન તેના સાથીદારોએ દુબઈ અને થાઈલેન્ડમાં પેન્ટહાઉસ ખરીદ્યા હતા. ઉપરાંત તેણે હાલમાં જ લખનઉમાં ખરીદેલો એક બંગલો અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે.
સૂત્રો મુજબ, કાનપુરના આ ગેંગસ્ટરે માત્ર ઉત્તર પ્રદેશમાં જ બેનામી ટ્રાન્ઝેક્શનથી ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ ખરીદ્યા હોવાનું મનાય છે. યુપી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે દુબે છેલ્લા ૩ વર્ષોમાં ૧૪ દેશોની મુલાકાતે ગયો હતો એવામાં તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી હોઈ શકે છે.
હાલમાં ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ જે વિકાસ દુબેના હોવાનું મનાય છે તે સ્કેન હેઠળ છે. જેમાં હાલમાં જ ખરીદેલો ૨૩ કરોડનો બંગલો પણ છે, જે લખનઉના આર્યનગરમાં હોવાનું મનાય છે.
કાનપુર પોલીસ સાથેની વાતચીત બાદ ઇડીએ ૭ જુલાઈએ ડાયરેક્ટ ઓફિસરને આદેશ આપ્યો હતો કે વિકાસ દુબે, તેના પરિવારના સભ્યો અને સાથીઓની માલિકીની ચલ અને અચલ સંપત્તિની મનિલોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ માહિતી એકઠી કરવામાં આવે. ઈડીએ દુબે વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની માહિતી પણ માગી હતી.વિકાસ દુબેની સંપત્તિની તપાસ કરશે ઇડીઃ યુપી પોલીસ પાસે માંગી જાણકારી
લખનૌ,તા.૧૧
ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એક્નાઉન્ટર બાદ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તેની સંપત્તિની તપાસ કરવામાં લાગી છે. આ માટે વિકાસના પરિવાર અને તેના નિકટના લોકોની તપાસ કરાઈ રહી છે. પોલીસના સૂત્રો મુજબ, વિકાસ દુબેએ છેલ્લા ૩ વર્ષોમાં કરેલી ૧૪ દેશોની યાત્રા દરમિયાન તેના સાથીદારોએ દુબઈ અને થાઈલેન્ડમાં પેન્ટહાઉસ ખરીદ્યા હતા. ઉપરાંત તેણે હાલમાં જ લખનઉમાં ખરીદેલો એક બંગલો અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે.
સૂત્રો મુજબ, કાનપુરના આ ગેંગસ્ટરે માત્ર ઉત્તર પ્રદેશમાં જ બેનામી ટ્રાન્ઝેક્શનથી ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ ખરીદ્યા હોવાનું મનાય છે. યુપી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે દુબે છેલ્લા ૩ વર્ષોમાં ૧૪ દેશોની મુલાકાતે ગયો હતો એવામાં તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી હોઈ શકે છે.
હાલમાં ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ જે વિકાસ દુબેના હોવાનું મનાય છે તે સ્કેન હેઠળ છે. જેમાં હાલમાં જ ખરીદેલો ૨૩ કરોડનો બંગલો પણ છે, જે લખનઉના આર્યનગરમાં હોવાનું મનાય છે.
કાનપુર પોલીસ સાથેની વાતચીત બાદ ઇડીએ ૭ જુલાઈએ ડાયરેક્ટ ઓફિસરને આદેશ આપ્યો હતો કે વિકાસ દુબે, તેના પરિવારના સભ્યો અને સાથીઓની માલિકીની ચલ અને અચલ સંપત્તિની મનિલોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ માહિતી એકઠી કરવામાં આવે. ઈડીએ દુબે વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની માહિતી પણ માગી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY