વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસના દરોડા, ગ્વાલિયરમાથી ૨ લોકોની ધરપકડ

0
56

લખનૌ/ગ્વાલિયર,તા.૧૧
ઉત્તરપ્રદેશના કાનપુરના બિકરૂ ગામમાં ૮ પોલીસકર્મીઓની હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે એક્નાઉન્ટરમાં ઠાર થયા બાદ પોલીસે તેના મદદગારો પર કારસો કસવાનું શરૂ કરી દીધું છે. શનિવારના રોજ ચૌબેપુર પોલીસે કાનપુર હત્યાકાંડમાં સામેલ બે ગુનેગારોની વિકાસ દુબેને શરણ આપવાના આરોપમાં ધરપકડ કરી લીધી. બંને લોકોની તેમના ઘરેથી ધરપકડ કરાઇ છે.
મળતી માહિતી પ્રમાણે કાનપુરની ચૌબેપુર પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઓળખ ઓમ પ્રકાશ પાંડેય અને અનિલ પાંડેય તરીકે કરાઇ છે. આરોપ છે કે બંને વિકાસ દુબેના મદદગાર અને વાંછિત ગુનેગાર શશિકાંત પાંડેય અને શિવમ દુબેને પોતાને ત્યાં આશરો આપ્યો હતો. ધરપકડ બાદ બંને આરોપીઓની વિરૂદ્ધ આગળની કાર્યવાહી કરાય રહી છે.
બંનેની વિરૂદ્ધ ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. તેમણે શનિવારના રોજ કોર્ટમાં હાજર કરાશે. ઉલ્લેખનીય છે કે ૨-૩ જુલાઇના રોજ કાનપુરના બિકરૂ ગામમાં ૮ પોલીસકર્મીની બેરહેમીથી હત્યાના કેસના મુખ્ય આરોપી વિકાસ દુબેનું શુક્રવારના રોજ એક્નાઉન્ટર કરી દેવાયું. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ બાદ કાનપુર લાવવા દરમ્યાન પોલીસની ગાડી પલટી ગઇ. આ દરમ્યાન વિકાસે પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાની કોશિષ કરી હતી ત્યારબાદ તેને મારી નાંખ્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY