મમ્મી-પપ્પા મને માફ કરશો હું તમને મુકીને જઇ રહ્યો છું : ચિઠ્ઠી લખી સ્ટુડન્ટ લાપતા

0
131

વડોદરા,
તા.૧૧/૦૩/૨૦૧૮

એમબીબીએસ સ્ટુડન્ટે ચિઠ્ઠીમાં જાણી જાઇને ફેલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો

ગોત્રી મેડિકલ કોલેજમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરતા દેવકિશન આહિર નામનો સ્ટુડન્ટ ચિઠ્ઠી લખીને લાપતા બન્યો છે. ચિઠ્ઠીમાં સ્ટુડન્ટે લખ્યુ છે કે, મને જાણી જાઇને ફેઇલ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે, હું ક્્યારેય ફેલ ન થઇ શકુ મને જાણી જાઇને ફેલ કરવામાં આવ્યો છે. મમ્મી પપ્પા મને માફ કરી દેશો કે આજે હું તમને મુકીને જઇ રહ્યો છુ. મારી એક જ ઇચ્છા છે કે મને ન્યાય મળે, જેથી કરીને આગળ જતાં મારા જેવા બીજા વિદ્યાર્થીઓ જાડે આવુ ન થાય. સ્ટુડન્ટની ચિઠ્ઠીને પગલે સ્ટુડન્ટના પરિવારજનોએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે શોધખોળ હાથ ધરી છે.

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા દેવશીભાઇ આહિરનો દીકરો દેવકિશન વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. દેવકિશન કોલેજના વાયવામાં બે વિષયમાં નાપાસ થયો હતો. જેથી તે કેટલાક દિવસથી ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી ગત શુક્રવારે પરિવારે ફોન કરીને સુરત આવી જવા માટે જણાવ્યુ હતુ. જેથી દેવકિશને શનિવારે તે સુરત આવશે તેમ કહ્યું હતુ. શનિવારે દેવકિશન ઘરે ન પહોંચતા પરિવારજનોએ બપોરે એક વાગે ફોન કર્યો હતો પરંતુ દેવકિશને ફોન રિસિવ કર્યો ન હતો. ફરીથી ચાર વાગ્યે ફોન કરતા દેવકિશને ફોન ઉપાડ્યો નહોતો. જેથી પરિવારજનોએ કોલેજ કેન્ટીનમાં ફોન કરીને પુછતાં તેઓએ રૂમમાં જઇને તપાસ કરી હતી. જ્યાં ચિઠ્ઠી, મોબાઇલ અને પાકિટ મળી આવ્યુ હતુ. જેથી પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા અને આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લાપતા બનેલા દેવકિશનના મોટાભાઇ હિતેશ આહિરે જણાવ્યુ હતુ કે, મારો ભાઇ ક્્યારેય નાપાસ થઇ શકે નહીં. તે ક્યારેય નાપાસ થયો નથી. તો વાયવામાં કેવી રીતે નાપાસ થાય તે મને સમજાતુ નથી. તે ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હોવાથી અમે તેને ઘરે બોલાવ્યો હતો પરંતુ તે પહેલા જ તે લાપતા બની ગયો હતો. તેના મિત્રો કહે છે કે, તે આવુ પગલુ ક્યારેય ન ભરે પરંતુ તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. અમે લોકોએ જુનાગઠ, વેરાવળ અને સુરત સહિત તમામ જગ્યાઓએ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY