ઘીયાવડમાં 9.15 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો

0
94
ખરાબામાં બનાવેલી ઓરડીમાં સંતાડેલ હતો દારૃનો જથ્થો – શરાબની 2472 બોટલો સહિત 10.70 લાખનો મુદામાલ કબજે

વાંકાનેરના ઘિયાવડ ગામ નજીક દરોડો કરીને નવ લાખથી વધુના દારૃના જથ્થા સાથે એકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ ગામની ખાલીપો નામની સીમમાં આવેલ ભીમાભાઇની વાડીની બાજુમાં ખરાબાની જમીનમાં આવેલ મકાનમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડી વિદેશી દારૃ બોટલ નંગ ૨૪૭૨ કિંમત ૭૧૫૩૦૦, એક સ્કોર્પિયો ગાડી અને મોબાઇલ મળીને કુલ ૧૦૭૦૩૦૦નો મુદામાલ સાથે મહેશ ઉર્ફે મુન્નો ધુઆભાઇ કોળી નામના શખ્સને ઝડપી પાડયો હતો. અનિરૃદ્ધસિંહ ગંભીરસિંહ ઝાલા ઉર્ફે મોન્ટુભા (રહે. ખેરવા)નું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૃ કરી છે. તેમજ જથ્થો આરોપી ભીમાભાઇ ચનાભાઇ બાવળિયાએ પોતાના કબજાવાળી ઓરડીમાં છુપાવેલો હોવાની માહિતી મળતા તે દિશામાં તપાસ ચલાવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY