લેખિતમાં ફરિયાદ ન હોય તો પુરાવાના આધારે તપાસ થઇ શકેઃ હાઇકોર્ટ

0
278

મુંબઈ,
તા.૮/૫/૨૦૧૮

લેખિત ફરિયાદ અને સોગંદનામાની ગેરહાજરીમાં વાસ્તવિક આક્ષેપો પર ચોક્કસ પુરાવા હોય તો જ્યુડિશિયલ અધિકાર સામે વિભાગીય તપાસ થઇ શકે છે, એમ મુંબઈ હાઇ કોર્ટે જણાવ્યું હતું.

સિવિલ જજ (જુનિયર ડિવિઝન) આસિફ તહસિલદાર સામે બે અલગ અલગ ગુનામાં વિભાગીય તપાસ કરાવવાના હાઇ કોર્ટ રજિસ્ટ્રારના ૧૫મી જુલાઇ, ૨૦૧૭ના આદેશને પડકારતી તેમની અરજીને કોર્ટે રદ કરી હતી. પ્રથમ આરોપમાં તહેસિલદાર જાલના જિલ્લામાં સિવિલ જજ હતા ત્યારે પોતાના પદનો કથિત દુરુપયોગ કરી લાભ મેળવતા સરકારી તિજારીને નુકસાન થયું હતું, જ્યારે વધુ એક આરોપમાં તહેસિલદાર કોલ્હાપુરમાં જજ હતા ત્યારે એક વ્યક્તની કથિત મારપીટ કરી હતી અને તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ બન્ને કેસમાં તેમની સામે વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

તહેસિલદાર સામેની વિભાગીય તપાસ એ ભારતના ચીફ જસ્ટીસની માર્ગદર્શિકાનો ઉલ્લંઘન છે જેમાં જ્યુડિશિયલ અધિકારી વિરુદ્ધ વિભાગીય તપાસ કરાવવા માટે લેખિત ફરિયાદ સાથે સોગંદનામું રજૂ કરવું ફરજિયાત છે અને આ કેસમાં લેખિતમાં ફરિયાદ કરાઇ નથી, એવો દાવો અરજીમાં કરાયો હતો. સંબંધિત પ્રિન્સપાલ ન્યાયાધીશો દ્વારા અહેવાલ મળ્યા બાદ હાઇ કોર્ટ રજિસ્ટ્રારે વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY