સ્વ ભોજભાઈ ની દીકરી ને માતબર રકમ નું અનુદાન કરી સહકાર્યકર્તા તરફ ની પ્રશંસનીય ફરજ અદા કરતું લીંબડી પોલીસ ડિવિઝન

0
182

લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલ કુલ રૂ. 2,25,000/- સ્વ. ભોજાભાઈ ના સંતાનોના અભ્યાસ માટે મદદ કરવાના હેતુથી ગ્રામજનો, આગેવાનો, પરિવારના મોભીઓ, સરપંચની હાજરીમાં તેમની દીકરીને સુપ્રત કરવામાં આવેલ હતા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા અકસ્માતે તથા ફરજ દરમિયાન અવસાન પામ્યા હોય તેવા પોલીસકર્મીઓ ના પરિવારજનોને સહાનુભૂતિ આપવા અવારનવાર તેના કુટુંબીજનોની મુલાકાત લેવા તથા મરણ ગયેલા પોલીસ કર્મીઓના પરિવારજનોને મળીને તેઓને મદદરૂપ થવા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ થાણા અમલદારને સૂચનાઓ કરવામાં આવેલ છે. પોલીસ વડા દિપક કુમાર મેઘાણીના આ નવતર અભિગમના કારણે અકસ્માતે તેમજ ચાલુ ફરજ દરમિયાન મરણ ગયેલા પોલીસ કર્મીઓના પરિવારજનોની થાણા અમલદાર દ્વારા મુલાકાત લેવામાં આવે છે અને તેઓના દુઃખમાં ભાગીદાર થઈને તેઓને કોઈ મુશ્કેલી હોય તો, તેઓની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે….

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હે.કો. ભોજાભાઈ રવજીભાઈ ઉવ. નું ચોટીલા નજીક તા. 02.05.2018 ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. અકાળે અવસાન થતાં, કુટુંબ ઉપર આવી ચડેલા દુઃખમાં ભાગીદાર થવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પરિવારને જરૂર પડે મદદ કરવા લીંબડી ડિવિજન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સૂચનાઓ કરવામાં આવેલ હતી…

લીંબડી ડિવિઝન ના સાયલા ચોટીલા, થાનગઢ, બામણબોર, લીંબડી, ચુડા અને પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સ્વ. ભોજાભાઈ રવજીભાઈ ને આર્થિક મદદ કરવા માટે પોતાની અંગત બચતમાંથી કુલ રૂ. 2,25,000/- એકત્રિત કરવામાં આવેલ હતા. લીંબડી ડીવાયએસપી સાથે ચોટીલા પો. ઈ. પી. ડી.પરમાર, થાનગઢ પો. ઈ. ડી.એમ.ઢોલ, સાયલા પો.સ.ઇ. એ.એ.જાડેજા, બી.એસ.સોલંકી, તથા સમગ્ર સ્ટાફના પોલીસ જવાનોએ અકાળે અવસાન પામેલા સ્વ. ભોજાભાઈ રવજીભાઈ ના ગામ ખાખરાથળ ખાતે જઇ, ભોજાભાઈ ના કુટુંબીજનોને મળી, સાંત્વના આપેલ હતી…

લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલ કુલ રૂ. 2,25,000/- સ્વ. ભોજાભાઈ ના સંતાનોના અભ્યાસ માટે મદદ કરવાના હેતુથી ગ્રામજનો, આગેવાનો, પરિવારના મોભીઓ, સરપંચની હાજરીમાં તેમની દીકરીને સુપ્રત કરવામાં આવેલ હતા…

સાયલા પોલીસ સ્ટેશનના પો. સ. ઇ. એ.એ.જાડેજા, બી.એસ.સોલંકી તથા સાયલા સ્ટાફ દ્વારા સ્વ. ભોજાભાઈ પરિવારજનોને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે સાયલા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પણ વિનંતી કરવામાં આવેલ હતી. લીંબડી ડિવિઝન ના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતાના પોલીસ પરિવારના સભ્યની અચાનક વિદાય અને તેના લીધે તેના પરિવાર ઉપર આવી પડેલ મુશ્કેલીના સમયમાં આર્થિક અને સવેદનાપૂણૅ ટેકો કરવાના અભિગમની ફરજ સમજીને કરવામાં આવેલ મદદથી સ્વ. ભોજાભાઈ કુટુંબીજનો તથા ખાખરાથળ ગામના ગ્રામજનો દ્વારા પ્રશંસા કરાવવામાં આવેલ હતી….
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY