લીંબડી એસ.ટી.ડેપો બસ ની અમદાવાદ – વર્માનગર – નારાયણસરોવર ( વાયા : લીંબડી) રૂટ બસ આજથી ફરી ચાલુ કરવામાં આવી.

0
972

લીંબડી એસ.ટી.ડેપો ની બસ અમદાવાદ – વર્માનગર – નારાયણસરોવર ( વાયા : લીંબડી) કચ્છ માં જવાની રૂટ બસ જે હતી તે ઘણા વર્ષો થી બસ ચાલુ હતી પરંતુ તે રૂટ ની બસ કોઈ કારણ સર આ બસ બંધ કરી દેવામાં આવી હતી આ બસ બંધ થતા લોકોમાં રોસ જોસ જોવા મળ્યો હતો અને આ બસ બંધ ના મેસેજ લીંબડી ના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાને જાણ થતા તેઓ એ તુરત આ બસ ફરી ચાલુ કરવા માટે લીંબડી એસ. ટી. ડેપો ને મૌખિક તથા લેખિત રજૂઆત કરી હતી અને લીંબડી ના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના અથાગ પ્રયત્ન થી કે ફરીથી આજ થી ફરીથી ચાલુ કરવામાં આવી છે. તો બસ ચાલુ થયે મુશાફરો માં હર્ષ ની લાગણી જોવા મળી હતી. આ રૂટની બસ ને પ્રયાણ કરેલ ત્યારે લીંબડી એસ.ટી.ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, મદનસિંહ જાડેજા, લલીતભાઈ સોલંકી, રાજભા રાણા, પી.જે. રાણા, ઈન્દુભા ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ભીખુભા ઝાલા, જોરુભા ગઢવી, અવનીબેન, ડ્રાઈવર અબ્દુલભાઈ, તેમજ કન્ડકટર એસ.પી.રાણા હાજર રહીયા હતા.
જે બસનો ટાઈમ નીચે પ્રમાણે રહેશે.

સવારે ૧૨-૧૫ કલાકે લીંબડી – અમદાવાદ ( વાયા : સુરેન્દ્રનગર) એક્સપ્રેસ

સાંજે ૫-૩૦ કલાકે અમદાવાદ થી ઉપડવાનો ટાઈમ
( અમદાવાદ – વર્માનગર – નારાયણસરોવર ( વાયા : લીંબડી)

રાત્રે ૮-૧૦ કલાકે લીંબડી થી ઉપડવાનો ટાઈમ
( અમદાવાદ – વર્માનગર – નારાયણસરોવર ( વાયા : લીંબડી)

રીપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY