પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની તારીખ ચોથીવાર લંબાવાઈ

0
122

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસેજે આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન લંબાવી દીધી છે. હવે ૩૦ જૂન સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરી શકાશે. પાનકાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ હતી, જે બદલીને ૩૦ જૂન કરી દેવાઈ છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટની નીતિ નિર્ધારણ સંસ્થા સીબીડીટીએ આ અંગે આદેશ જાહેર કર્યો છે. આ મામલે ચર્ચા વિચારણા બાદ આઈટી રિટર્ન્સ ફાઈલ કરવા માટે પાનકાર્ડ અને આધાર લિંકની ડેડલાઈન વધારી દીધી છે. અત્યાર સુધી ૧૬ કરોડ ૬૫ લાખ પાન કાર્ડ આધાર સાથે લિંક થયા છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ સુધી જેના પાનકાર્ડ બની ચૂક્યા છે. તેમને આધાર સાથે લિંક કરવા આદેશ અપાયો હતો. જા કે બાદમાં સરકારે ડેડલાઈન ૩૧ ઓગસ્ટ સુધી વધારી હતી. જે બાદમાં પણ ૩૧ ડિસેમ્બર સુધી વધારાઈ હતી. છેલ્લે આ ડેડલાઈન ૩૧ માર્ચ સુધી કરાઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY