મુંબઈ,
તા.૧૩/૦૩/૨૦૧૮
એસી લોકલને પ્રવાસીના મળી રહેલા મોળા પ્રતિસાદને ધ્યાનમાં લેતાં રેલવે પ્રધાન દ્વારા એસી લોકલને બદલે સેમી એસી લોકલ દોડાવવાનો પર્યાય પશ્રિ્ચમ રેલવેના અધિકારી સમક્ષ રજૂ કરાયો હતો. આ પર્યાય કેટલો વ્યવહારુ છે તે જાણવા માટે રેલવે બાર્ડ દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ સમિતિએ અહેવાલ રેલવે બોર્ડને સુપરત કર્યો હોવાનું રેલવેના સાધનોએ જણાવ્યું હતું.
પશ્રિ્ચમ રેલવે પર ડિસેમ્બર, ૨૦૧૭થી દોડાવવામાં આવેલી એસી લોકલને કારણે ૧૨ લોકલ રેલવે દ્વારા રદ કરવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓમાં ભારે નારાજગીનો માહોલ જાવા મળ્યો હતો. ઉપરાંત એસી લોકલનું ભાડું વધુ હોવાને કારણે તેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ પાંખી છે.
રેલવે પ્રધાન દ્વારા પ્રવાસીની સંખ્યા વધારવા માટે રેલવે અધિકારીઓને એસી લોકલના ટિકિટ ભાડાના દર અંગે ફેરવિચારણા કરવાની ભલામણ કરી હતી. ઉપરાંત તેમણે એસી લોકલને બદલે લોકલ ટ્રેનમાં છ કે ત્રણ એસી કાચ જાડવાનો વિકલ્પ પણ સૂચવ્યો હતો.
રેલવે બોર્ડ દ્વારા આ વિકલ્પ કેટલો વ્યવહારુ છે તે જાણવા માટે એક સમિતીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા સર્વેક્ષણ કરીને તેનો અહેવાલ રેલવે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું પશ્રિ્ચમ રેલવેના સાધનોએ જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"