લોકો હવે આર્યુવેદ તરફ વળી રહ્યા છે ત્યારે સરકાર ની પાછી પાની હદ વટાવી રહી છે …?!

0
62

રાજપીપલા,
29/03/2018

નર્મદા જિલ્લા માં સરકારી આર્યુવેદીક 17 દવાખાના સામે માત્ર એકજ રેગ્યુલર ડોક્ટર,એમને પણ આખા જિલ્લાના ઇન્ચાર્જ ની જવાબદારી …!

જયારે આયુર્વેદિક એક હોસ્પિટલ માં ત્રણ ડોક્ટરો ના મહેકમ સામે એક પણ રેગ્યુલર ડોક્ટર નથી બહાર થી ડેપ્યુેશન પર મુકાતા તકલીફ 

રાજપીપલા: નર્મદા જિલ્લો અલગ થયાને 20 વર્ષ થવા છતાં આ જિલ્લાનો અંધેર નગરી ગંડુ રાજા …જેવો ઘાટ છે કેમ કે રાજપીપલા સિવિલ માં તબીબોની ઘટ ની વર્ષો થી સમસ્યા હલ નથી થતી અને લોકો હવે આર્યુવેદ પર વધુ ભરોસો મૂકી એ તરફ વળી રહ્યા છે પરંતુ નર્મદા જિલ્લા માં 17 આર્યુવેદીક સરકારી દવાખાના ખુલ્લા જરુરુ મુકાયા છે પરંતુ એ તમામ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે કેમકે 17 દવાખાના સામે માત્ર એકજ રેગ્યુલર ડોક્ટર છે એમને પણ ઇન્ચાર્જ તરીકે આખા જિલ્લા ની જવાબદારી સોંપાઈ હોવાથી જાયે તો જાયે કહા જેવો ઘાટ થઈ રહ્યો છે જયારે બીજી તરફ રાજપીપલા ખાતે એક આર્યુવેદ હોસ્પિટલ ઉભી કરાઈ છે જેમાં ત્રણ ડોક્ટરો નું મહેકમ છે તેની સામે એક પણ તબીબ નથી હાલ અન્ય શહેરો માંથી ડેપ્યુટેશન પર ડોક્ટરો આ હોસ્પિટલ માં આવે છે વર્ષો થી ડોક્ટરો ની આ ઘટ બાબતે સરકાર ને કોઈજ ચિંતા લાગતી નથી અને વિકાસ ની ફક્ત વાતો કરતી સરકાર જો આ હાલત ને વિકાસ કેહતી હોય તો એ ગરીબ દર્દીઓની મજાક સમાન છે આરોગ્ય બાબતે તદ્દન કથળેલી આ જિલ્લા ની હાલત બાબતે કોઈને કઈ પડી નથી ત્યારે હાલના ધારાસભ્ય પી .ડી .વસાવા દ્વારા આ બાબતે રજુઆત થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ ઉપર બેઠેલી ભાજપ સરકારે એમના ધારાસભ્ય વખતે કોઈ ધાડ નથી મારી ત્યારે હાલ ભાજપ ની ભૂંડી હાર બાદ ચૂંટાયેલા કોંગ્રેસ ના ધારાસભ્ય ની રજુઆત કોણ સાંભળશે એ એક મોટો સવાલ છે. 

આ બાબતે અર્યુવેદ દવાખાના ના ઇન્ચાર્જ તબીબ ર્ડો.નેહાબેન પરમારે જણાવ્યું કે ડોક્ટરો મુકવાના હતા પરંતુ રેગ્યુલર તબીબો નો કોર્ટ કેશ ચાલતો હોવાથી આ બાબતનો કોઈ નિર્ણય હજુ આવ્યો નથી કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી નવા તબીબો ક્યારે આવશે એ કહી શકાય તેમ નથી .

જયારે આર્યુવેદ હોસ્પિટલ નો ચાર્જ સાંભળતા ર્ડો.આશુતોષ પંડ્યા ના જણાવ્યા મુજબ હાલ નર્મદા માં એક પણ રેગ્યુલર ડોક્ટર નથી અમે બરોડા સહીત ના શહેરો માંથી વારાફરતી ડેપ્યુટેશન પર ત્યાં આવી હોસ્પિટલ ના દર્દીઓ ની તપાસ કરીયે છે ત્રણ નું મહેકમ છે પરંતુ હાલ એક પણ રેગ્યુલર ડોક્ટર ત્યાં ફરજ પર નથી .

રિપોર્ટર-નર્મદા,
ભરત શાહ,
મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY