મહાત્મા ગાંધીના હત્યારાઓ દેશમાં ડર પેદા કરી રહ્યાં છે : અસરુદ્દીન ઓવૈશી

0
130

હૈદરાબાદ,
તા.૯/૪/૨૦૧૮

AIMIM અધ્યક્ષ અને સાંસદ અસરુદ્દીન ઓવૈશીએ એકવાર ફરી મોદી સરકાર અને આરએસએસ પર પ્રહાર કર્યો છે. ઓવૈસીએ નામ લીધા વગર કહ્યું કે દેશમાં ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે. હૈદરાબાદમાં એક જનસભાને સંબોધન કરતા ઓવૈસીએ કહ્યું કે આ ડરનો માહોલ પેદા કરવાનો તે લોકોનો હાથ છે જેણે મહાત્મા ગાંધીને ગોળી મારી હતી. તે લોકોએ ભારતની આઝાદીમાં ભાગ નથી લીધો પરંતુ અંગ્રેજાને સાથ આપ્યો.

ઓવૈસીએ આ અગાઉ પણ કેન્દ્રમાં પીએમ મોદીની નેતૃત્વવાળી એનડીએ સરકાર પર મુસ્લિમોનો વોટ બેન્ક તરીકે કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે મોદી સરકાર મુસ્લિમો સાથે અન્યાય કરી રહી છે. પીએમ મોદી સર્વસમ્મતિની રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતા, તેઓ નથી ઈચ્છતા કે મુસ્લિમ મુખ્યધારામાં આવે. ગત મહિને ઓવૈસીએ તેલગણાના મુખ્યમંત્રીના કે. ચેદ્રશેખર રાવના નિવેદનનું સ્વાગત કરતા કહ્યું હતું કે ત્રીજા મોર્ચો ભાજપનો વિકલ્પ બની શકે છે. કાંગ્રેસ દેશમાં ઉભરીને સામે આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY