નેત્રંગના મહેનતુ ખેડુતોએ સિંચાઇની અપુરતી સગવડ છતાં કેળાનો મબલખ પાક મેળવ્યો

0
679

નેત્રંગ;

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઇની પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોને ખેતીકામ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે,તેમ છતાં નેત્રંગ તાલુકાના મહેનતુ ખેડુતોએ સિંચાઇના પાણીની અપુરતી સગવડ છતાં કેળાનો મબલખ પાક મેળવી રહ્યા છે,

જેમાં નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત મહેશભાઇ ડાહ્યાભાઇ ભકતએ ગામની સીમમાં આવેલ ૩ એકર જમીનમાં કેળાના પાકનું વાવેતર કયુઁ હતું,જેમાં સિંચાઇના પાણીની અપુરતી સુવિધાના અભાવે કેળાના પાકને તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવવી હતી,તેમ છતાં ૩ એકર જમીનમાં કેળાને પાકમાં જંગી ઉત્પાદન થયું છે,જેમાં કેળાના પાકની ત્રીજી લામના ચોથા પાકમાં કેળાની લુમનું સૌથી વધુ વજન ૫૭ કિલોગ્રામ થઇ છે,જ્યારે સરેસાશ લુમનું વજન ૩૮ કિલોગ્રામ થઇ હતુ,જેથી ખેડુતઆલમમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

જ્યારે નેત્રંગ તાલુકમાં ઉત્પાદન થયેલા કેળાના પાકને રાજસ્થાન, દિલ્લી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વેચાણ ખેડુતો વેપારી મારફતે ધ્વારા વેચાણ કરવામાં આવે છે,જ્યારે રાજ્યોના અમદાવાદ,સુરત,વડોદરા શહેરો અને ઉ.ગુજરાતમાં પમ ટ્રાસપોટઁના માધ્યમથી કેળાનો મોટાપાયે વ્યવસાય કરાય રહ્વો છે,જ્યારે હાલમાં કેળનાનો ભાલ પ્રતિ મણના ૧૬૦ થી ૨૦૦ ચાલી રહ્યો છે તેવું જાણવા મળ્યુ છે.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY