મહિલાએ ઓનલાઈન મંગાવ્યા કેળા,બિલ આવ્યું ૮૭ હજાર રૂપિયા!

0
78

લંડન,
તા.૨૦/૪/૨૦૧૮

એક કેળા માટે તમને જા હજારો રૂપિયાનું બિલ આવે તો તમારી પ્રતિક્રિયા કેવી હશે? નક્કી તમને ધ્રાસ્કો પડશે. એવું જ કંઇક બ્રિટનની નોટિંઘમની એક મહિલાની સાથે થયુ છે. બોબી ગાર્ડન નામની એક મહિલાએ બ્રિટન સ્થિત સુપરમાર્કેટ ચેનથી ઓનલાઇન ખરીદી કરી હતી, જ્યારે મહિલાએ ઓર્ડર કર્યો હતો તો સામાનનું બિલ ૧૦૦ પાઉન્ડ કરતા પણ ઓછુ હતુ, પરંતુ જ્યારે સામાન તેમના ઘરે ડિલિવર થયો તો તેમને ધ્રાસ્કો પડ્યો.

બ્રિટનની નોટિંઘમમાં બોબી નામની મહિલાએ ઓનલાઇન કેળા મંગાવ્યા હતા. કેળાનું બિલ રૂપિયા ૮૭૦૦૦ જાઇ તેને અચંબો થયો હતો. તેમના બધા જ સામાનનું બિલ ૧૦૦ પાઉન્ડથી ઓછુ હતુ. પણ માત્ર એક કેળા માટે તેમને ૯૩૦ પાઉન્ડ એટલે કે લગભગ ૮૭૦૦૦ રૂપિયાનું બિલ મળ્યું હતુ. ઓનલાઇન કંપનીનુ કહેવું છે કે બિલ બનાવતી વખતે તેમનાથી ભુલ થઇ ગઇ છે.

તે મહિલાએ ટ્‌વીટ કરી જણાવ્યુ કે મને ઓનલાઇન ખરીદેલ સામાન મળ્યો હતો. એક કેળા માટે મને ૯૩૦.૧૧ પાઉન્ડ ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે સુપરમાર્કેટ ચેનએ તેમનાથી માફી માંગી હતી અને જણાવ્યું કે તેમનાથી બિલ બનાવતી વખતે ભુલ થઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY