સરકાર મહિલાઓને ૩૩% અનામત લાગુ નહીં કરે તો કોંગ્રેસ પ્રદર્શન કરશેઃ રાહુલ ગાંધી

0
50

ન્યુ દિલ્હી,તા.૧૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલા અનામતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
રાહુલે પત્રમાં લખ્યુ કે મહિલા અનામતના મુદ્દે કોંગ્રેસ સરકારને સમર્થન આપશે. સરકાર સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરાવે. છેલ્લા સત્રમાં સોનિયા ગાંધીએ પણ મહિલા અનામત વિશે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં સંસદ અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવામાં આવે. જો આ બિલ પસાર થશે નહીં તો કોંગ્રેસ પ્રદર્શન કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આઝાદ ભારતના ઈતિહાસમાં મોદીને સિવાય કોઈ અન્ય વડાપ્રધાન વિદેશી તાકાતની સામે ઝૂક્યા નથી.
ગાંધીએ એક સમાચારને શેર કરતા ટ્‌વીટ કરી, આપણા વડાપ્રધાને એજન્ડા વિના ચીનની યાત્રા કરી. જેમાં ચીનનો ગુપ્ત એજન્ડા હતો. જે હવે સામે આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે ભારતના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાન વિદેશી તાકાતના દબાણ સામે ઝૂક્યા નથી પરંતુ આ વડાપ્રધાન ઝૂક્યા છે. આ ભાજપનો રાષ્ટ્રવાદ છે જે સૌની સામે આવી ચૂક્યો છે.
સોનિયા ગાંધીએ લખ્યું હતું કે લોકસભામાં ભાજપને મળેલા બહુમતને જાતાં તેમણે ઝડપથી મહિલા અનામત બિલ પાસ કરાવવાની કોશિશ કરવી જોઈએ. આ બિલ માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે. અને તે હવે લોકસભામાં મંજૂર થવાની રાહ જાઈ રહ્યુ છે. તેથી તમે તેને લોકસભામાં લઈ આવો. સાથે જ તેમણે પોતાના પક્ષ તરફથી સરકારને આ બિલ પર પૂર્ણ સમર્થન આપવામાં આવશે તેમ આશ્વાસન પણ આપ્યું હતું. સોનિયા ગાંધીએ એ યાદ કરાવ્યું હતું કે કોંગ્રેસ અને તેમના દિવંગત નેતા રાજીવ ગાંધીએ બંધારણમાં સંશોધન બિલો દ્વારા પંચાયત અને સ્થાનીય એકમોમાં મહિલાઓને આરક્ષણ માટે પહેલી વાર જોગવાઈ કરી કે મહિલાઓને સશક્ત બનાવવા માટે પગલાં ભરવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY