માનવતા શર્મસાર,એમ્બ્યુલન્સમાં દર્દીએ પેશાબ કર્યો તો સ્ટ્રેચર ઉંધુ પાડ્યુ,અંતે મોત

0
123

તિરુવનંતપુરમ્‌,
તા.૨૬/૦૩/૨૦૧૮

તિરુવનંતપુરમ્‌માં રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા

કેરળના તિરુવનંતપુરમમાં રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ એમ્બુલન્સમાં પેશાબ કર્યું હતું. જેથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવર તે ઘાયલ વ્યક્તિને કેરલ થ્રિસુર મેડિકલ કોલેજની બહાર સ્ટ્રેચરમાં મૂકી ચાલ્યો ગયો હતો. જા કે ઘટના સમયે હાજર રહેનાર એક વ્યક્તિએ આ ઘટનાનો વિડિયો શૂટ કરી તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ વિડીઓમાં જાવા મળ્યું હતું કે ઘાયલ વ્યક્તિનું સ્ટ્રેચેર ઉંધું છે. જેનો એક ભાગ એમ્બુલેન્સની અંદર અને બીજા ભાગ જે જગ્યા પર દર્દીનું માથું છે તે બાજુ જમીન પર છે. પોલીસે એબ્યુલન્સના ડ્રાઈવર સામે કેસ દાખલ કર્યો છે અને ડ્રાઈવરની ઓળખ પણ થઇ ચૂકી છે.

જાણવા મળ્યું હતું કે ૨૦ માર્ચના રોજ એક રોડ અકસ્માતમાં આ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને માથા પર ઇજા પહોંચી હતી. દર્દીને પહેલાં પલક્કડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને થ્રિસુરની હોસ્પટલમાં સારી સારવાર માટે મોકલવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના રાત્રે સાડા આઠ કલાકે ઘટી હતી.

દર્દીને જ્યારે થ્રિસુરથી પલક્કડ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે વ્યક્તિની સાથે તેના કુટુંબ અથવા સગામાંથી કોઈ પણ એમ્બ્યુલન્સમાં હાજર નહતું. તેથી પલક્કડ હોસ્પિટલનો સ્ટાફ એબુલન્સમાં હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં હાજર સ્ટાફ હોસ્પટલની અંદર ગ્લવ્સ લેવા માટે ગયો ત્યાં સુધીમાં ડ્રાઈવરે દર્દીને સ્ટ્રેચરની સાથે એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી દીધો હતો. ત્યારે આ દરમ્યાન સ્ટાફના બે સભ્યો ઘાયલ દર્દીને વ્હીલચેરની મદદથી હોસ્પટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન શનિવારે તેનું મૃત્યુ થયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY