મંદિરમાં ખૂની ખેલ : દર્શનાથે ગયેલા વેપારીની ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ

0
88

અમદાવાદ,
તા.૧૦/૦૩/૨૦૧૮

‘અસલામત ગુજરાત…..’,અમદાવાદમાં ધોળા દિવસે વેપારીની હત્યા

અમદાવાદના વાસણા વિસ્તારમાં લાવણ્ય સોસાયટી પાસે વેપારીની હત્યા કરાઈ છે. સોસાયટી પાસે આવેલ મંદિરમાં દર્શન કરવા ગયેલા વેપારીની મંદિરમાં જ ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ હતી. ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વ્યક્તિને અંગત અદાવતમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારાઈ હતી. પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પોલીસને બપોરે માહિતી મળી હતી કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીમા આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં પડી છે. પોલીસે તાત્કાલિક તપાસ કરતા તે વ્યક્તિ લોહીલુહાણ હાલતમા અને મૃત પામ્યો હતો. પોલીસે તપાસ કરતા, આ વેપારીનુ નામ સુરેશ શાહ હોવાનું સામે આવ્યું હતુ. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા આ વ્યક્તિ બપોરે મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. આ વેપારી પર ફાયરિંગ કરીને હત્યા કરાઈ હતી. આ બનાવથી સોસાયટીના રહીશોમાં ખળભળાટ મચ્યો છે.

હત્યા બાદ પોલીસે સમગ્ર મંદિરને કોર્ડન કરી દીધું હતું. તેમજ તપાસમાં પોલીસને મંદિરમાંથી પાઈપ તથા હત્યા માટે વપરાયેલા ગ્લોઝ પણ મળી આવ્યા છે. તેમજ પોલીસને કારતૂસ પણ મળી આવી છે. જેના દ્વારા વેપારીની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. હત્યાને કારણે મંદિરમાં લોહીના ડાઘા પડ્યા હતા. પોલીસનુ અનુમાન છે કે, કોઈ અંગત અદાવતમાં પોલીસને હત્યા કરાઈ હોઈ શકે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સોસાયટીની અંદર આવેલુ છે, અને મંદિરની આસપાસ લોકોના ઘર છે. તેથી આ ઘટના અંગે આસપાસના રહીશોને કોઈ માહિતી હોય તે વિશે માહિતી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરેશ શાહ મંદિરમાં એકલા આવ્યા હતા કે કોઈની સાથે આવ્યા હતા, તેઓ મંદિરમાં અવારનવાર આવે છે કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY